JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ સિવિલમાં પાર્ક કરેલી રિક્ષામાંથી પ્રેમી યુગલના મૃતદેહ મળ્યા

હત્યા કે આત્મહત્યા ? પોલીસ અવઢવમાં પી.એમ.રીપોર્ટ ની જોવાતી રાહ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલ પાર્કિંગમાં એક છકડો રીક્ષામાં કોહવાયેલી હાલતમાં યુગલની લાશ મળી આવી હતી. જેને લઈને શહેર ભરમાં ચકચાર વ્યાપી જવા પામી હતી.
સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં પડેલી શંકાસ્પદ છકડો રીક્ષા માંથી દુર્ગંધ આવતા સ્થાનિક લોકો ઝીણવટ ભરી રીતે જોતા બે કોહવાઈ ગયેલ મ્રુતદેહો નજરે ચડ્યા હતા આ ઘટનાને પગલે પોલીસ તાબડતોબ ઘટનાના સ્થળે પહોંચી અને શહેરની ક્રાઈમ બ્રાન્ચ અને એ ડિવિઝન પોલીસ દ્વારા સંયુક્ત રીતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં પોલીસને પ્રાથમિક તપાસમાં આ મરણજનાર યુગલ માણાવદર તાલુકાના ભીંડોરા ગામના હોવાનું જાણવા મળ્યું હતું મૃતક યુવક રાજેશ પારઘી પરિણીત તેમજ બે સંતાનોનો પિતા હોવાનું પણ સામે આવ્યું છે.
એક મહિના પહેલા જ ભિંડોરા ગામમાં જ રહેતી અપરણિત યુવતી સાથે ભાગી અને બન્ને સાથે રહેતા હતા. પારઘી રાજેશ દેસાભાઈ નામના મૃતક યુવાનને એક દીકરી અને દીકરો પણ છે. આ બંને બાળકો રાજેશ પારઘીની પત્ની સાથે હાલ ભિંડોરા ગામે જ રહેતા હોવાનું જાણવા મળ્યું હતું.
આ પ્રેમી યુગલના મૃતદેહ મળી આવતા સમગ્ર શહેરમાં આ વાતને લઈને ચકચાર વ્યાપી જવા પામી હતી. જે છકડો રિક્ષામાંથી મ્રુતદેહો મળી આવ્યા તે રિક્ષામાં તપાસ કરતા તેમાંથી ગેસનો ચૂલો અને કપડાંના થેલા સહિત ઘરવખરી પણ જોવા મળી છે આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે પણ અલગ-અલગ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો આ બંને મૃતદેહોને સ્થળ પંચનામાં બાદ પોસ્ટમાર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!