GUJARATIDARSABARKANTHA

નારી વંદન ઉત્સવ’ની ઉજવણીના ભાગરૂપે ઇડરના જાદર ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઇ

 

નારી વંદન ઉત્સવ’ની ઉજવણીના ભાગરૂપે ઇડરના જાદર ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઇ

*****

નારી રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવતા કલેક્ટરશ્રી અને જિલ્લા પોલીસવડાશ્રી

*****

સાબરકાંઠા જિલ્લામાં નારી વંદન ઉત્સવની સાપ્તાહિક ઉજવણી અંતર્ગત પ્રથમ દિવસે ‘મહિલા સુરક્ષા દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી. જેની ભાગરૂપે મહિલા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ રેલીને જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવે અને જિલ્લા પોલીસવડાશ્રી વિજય પટેલે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીની શરૂઆત એસપી ઓફિસથી થઈ ટાવર રોડ, જૂના બજાર ખાડીયા વિસ્તાર, જિલ્લા સેવા સદન સુધી પ્લેકાર્ડ, બેનર્સ, સુત્રોચ્ચાર, નારા લગાવીને મહિલા જાગૃતિ સંદેશ પ્રસરાવ્યો હતો.

આ ઉપરાંત “નારી વંદન” નિમિત્તે ઇડરના જાદર ખાતે મહિલા અને બાળ અધિકારીશ્રી નીતાબેન ગામીની અધ્યક્ષતામાં મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારીશ્રી નીતાબેન ગામીએ જણાવ્યું હતુ કે દેશમાં નારીનું આગવુ મહત્વ છે. વર્તમાન સમયમાં નારી આત્મનિર્ભળ બની છે. નારીની સલામતી સચવાય તે આપણા સૌની સહિયારી જવાબદારી છે. મહિલા સલામત થઈ આત્મનિર્ભળ બને તે માટે સરકાર દ્વારા અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી છે.આ ઉપરાંત મહિલાઓ માટે અમલી યોજનાઓની વિગતે માહિતી આપી હતી.

જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી સુનિલભાઇ સોરઠિયા દ્વારા ઘરેલુ હિંસા સેમિનાર ૨૦૦૫ ની વિસ્તારે માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં કાયદાકીય જાગૃતિ, સાયબર ગુનો, શી ટીમ તથા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન એપ્લિકેશનનું ડેમો, માટે વિસ્તારે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. તેમજ કાર્યક્રમ દરમિયાન મહિલા સુરક્ષા થીમ ઉપર નાટક રજૂ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી, તલાટીશ્રી, ડીએચઇડબલ્યુના જેન્ડર સ્પેશ્યાલીસ્ટશ્રી દેવાંગભાઇ સુથાર, ડીએચઇડબલ્યુના ગૌતમભાઇ,મહિલા અને બાળ વિભાગનો સ્ટાફ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!