JAMNAGARKALAVAD

Kalavad : કાલાવડના માટલી ગામ નજીક ઇક્કો અને ટ્રેકટર ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

2 ઓકટોબર 2023
હર્ષલ ખંધેડિયા :- જામનગર

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના માટલી ગામ નજીક ઇક્કો અને ટ્રેકટર ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ હૈયું હચમચાવી નાખે તેવા અકસ્માતમાં એકી સાથે ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ હતી. બીજી બાજુ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક જામનગર અને કાલાવડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો તાબડતોબ બનાવ સાથે દોડી ગયો હતો. આ અકસ્માતમાં જાણીતા ધર્મગુરૂનો ઇન્તેકાલ થતા મુસ્લિમ સમાજમાં ઘેરા શોકની લાગણી જન્મી છે. મસીતિયા ગામના એક સાથે ત્રણ વ્યક્તિના મોતથી ગામમા શોકની કાલીમાં છવાઈ છે. કાલાવડ જામનગર હાઇવે વધુ એક વખત રક્તરંજીત બન્યો હતો. આ હાઇવે પર માટલી નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં મસીતીયા ગામના પરિવારને કાલાવડ માટલી નજીક અકસ્માત નડ્યો હતો. ગત રાત્રે ઇક્કો કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ઇક્કો કારનો બુકડો બોલી ગયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. તો બે વ્યક્તિની હાલત ગંભીર છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે જી. જી. હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતમાં જામનગર જિલ્લા મુસ્લિમ સમાજના પીરે તરીકત એવા સૈયદ આમનશાબાપુ સિદ્દીકમિયાબાપુ મટારી સહિત તેમના પરિવારના સૈયદ આબેદામાં અને સૈયદ ઝેનબમાંનો ઇન્તેકાલ થતાં સમગ્ર મુસ્લિમ સમગ્ર સમાજ તેમજ મસિતિયા ગામ શોકના સાગરમાં ડૂબયું છે. અકસ્માતની જાણ થતાં જ માટલી ગામના સરપંચ સહિત ગામલોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જેને લઈને બનાવસ્થળે ટોળેટોળાના દ્રશ્યો સર્જાયા હતા.ગ્રામજનો અને પોલીસ દ્વારા અકસ્માત થયેલા વાહનોને રસ્તા પરથી દૂર કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરાયો.વધુમાં અકસ્માતે ઇજા પામેલા લોકોને જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જેને લઈને જી.જી.હોસ્પિટલ ખાતે મસીતિયા ગામના અગ્રણી હાજી કસામભાઇ ખફી, હનીફભાઇ પતાણી અને ઇકબાલભાઇ ખફી (ભૂરાભાઇ) સહિત લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!