HALOLPANCHMAHAL

હાલોલ ખાતે નવી 181 મહિલા હેલ્પલાઇન સેવાની શરૂઆત,DYSP એ ફ્લેગોફ આપી સેવાને ખુલ્લી મૂકી

તા.૧.મે

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

ગુજરાત સરકારના મહિલા બાદ વિકાસ અને ગૃહ વિભાગના સહિયારા પ્રયાસોથી GVK ફાઉન્ડેશન નામની એજન્સી સાથે મળી રાજ્યની મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ માટે શરૂ કરવામાં આવેલા 181 મહિલા હેલ્પલાઇનની સુવિધા પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે પણ શરૂ કરવામાં આવી છે.અગાઉ આ સુવિધા જિલ્લા દીઠ એક જ હતી જેમાં વધારો કરીને હાલોલ ડિવિઝનમાં પણ શરૂ કરવામાં આવતા મહિલાઓની સુરક્ષા માટે ફાયદાકારક બની રહેશે.આજે ગુજરાત સ્થાપના દિવસે હાલોલ રૂરલ પોલીસ મથકે હાલોલ DYSP વિક્રમસિંહ રાઠોડે ફ્લેગ ઓફ આપી આ નવીન સેવાનો આરંભ કરાવ્યો હતો. જેના દ્વારા 181 ટોલ ફ્રી નંબર દાખલ કરી કોઈપણ મહિલા મંડળ મદદ મેળવી શકે છે.ખાસ કરીને ઘરેલુ હિંસામાં ભોગ બનનારી મહિલાઓ આ નંબર ઉપર ફોન કરી કાયદાકીય મદદ મેળવી શકે છે.181 હેલ્પલાઇન આભ્યમની ટીમ સાથે જે તે સ્થળે પહોંચી મદદ માંગનાર મહિલાને સુરક્ષા પૂરી પાડે છે.અને તેને સાંભળી તેનું કાઉન્સિલિંગ કરી તે મહિલાને તમામ પ્રકારની મદદ આ ટીમ દ્વારા કરવામાં આવે છે.જેને લઇ આજે હાલોલ રૂરલ પોલીસ મથકે હાલોલ,કાલોલ,ઘોઘંબા અને જાંબુઘોડા વિસ્તારમાં મહિલાઓ સાથે બનતી ઘરેલુ હિંસાની ઘટનાઓ અને મહિલા સુરક્ષા અને સશક્તિકરણ માટે રાજ્યના મહિલા અને બાદ વિભાગ તથા ગૃહવિભાગ દ્વારા પંચમહાલ જિલ્લામાં વધુ એક 181 હેલ્પલાઇન અભયમ સુવિધાનો વધારો કરાયો છે.આજે સવારે હાલોલ ડિવિઝનની આઉટરિચ વાનને હાલોલ DYSP વિક્રમસિંહ રાઠોડ એ ફ્લેગ ઓફ આપી મહિલાઓની સુરક્ષા માટે આ વાનને ખુલ્લી મુકવામાં આવી હતી.જેમાં બે મહિલા અને એક ડ્રાઇવર મળી ત્રણ વ્યક્તિઓનો સ્ટાફ 24 કલાક માટે મહિલાઓની સુરક્ષા માટે ખડે પગે હાજર રહેશે.આ પ્રસંગે હાલોલ DYSP વિક્રમસિંહ રાઠોડ,હાલોલ રૂરલ પીઆઇ આર.એ.જાડેજા,હાલોલ તાલુકા પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા,હાલોલ તાલુકા બીજેપી પ્રમુખ પ્રવિણસિંહ પરમાર,181 મહિલા હેલ્પલાઇનની ટીમ તેમજ 181 હેલ્પલાઇનના પી.સી ચંદ્રકાંત મકવાણા,WCO અધિકારી માધવીબેેન ઉપસ્થીત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!