NATIONAL

સરદાર પટેલ યુનિવર્સિટી, સમાજશાસ્ત્ર વિભાગમાં પી.એચ.ડી. કરતાં વિદ્યાર્થી દિપક પરમારને “Best Performance Award”જોધપુર મુકામે એનાયત

જય નારાયણ વ્યાસ યુનિવર્સિટી, સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા તા.૨૩ -૨૪/૦૬/૨૦૨3 ના રોજ જોધપુર  મુકામે “ભારતમાં આદિવાસીના  વિકાસની નીતિ અને એને સફળ બનાવવા માટેના પ્રયાસો” વિષય પર બે દિવસીય ઇન્ટરનેશનલ  કોન્ફરન્સનું આયોજન થયું હતું. તેનો પ્રારંભ યુનિવર્સિટીના  વાઇસ ચાન્સલર પ્રો. કે. એલ. શ્રીવાસ્તવ તેમજ ભારતના યુવા સમાજશાસ્ત્રી પ્રો. રમેશ મકવાણા, પ્રો. મીનાક્ષી મીનાએ અને  પ્રો.જગન્નાથ કરાડે  આદિવાસી વિકાસની નીતિ ને સફળ બનાવવા માટે કયા કયા પ્રયાસો કરવા જોઈએ તેના વિશે  વ્યાખ્યાન આપીને કર્યો હતો. આંતરસ્ત્રીય સેમિનારમાં દિપક પરમારે સ્થળાંતરીત આદિવાસી મહિલા મજૂરોની સ્થિતિ અને સમસ્યાઓ પર પેપર રજૂ કર્યું હતું.  તેમાં ભારતના અલગ અલગ દેશ તેમજ રાજ્યમાંથી અનેક યુવા સંશોધકો, પ્રોફેસરો, એનજીઓના કાર્યકરો, બુધ્ધિજીવીઓ અને સમાજ સેવકો સહભાગી થયા હતા.

આ કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીના, સમાજશાસ્ત્ર  વિભાગમાં  પીએચ. ડી. કરતાં વિદ્યાર્થી અને પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉજડા ગામના વતની શ્રી દિપકકુમાર વી. પરમારને Best Performance Award આંતરરાષ્ટ્રીય સેમિનારમાં પ્રો. મીનાક્ષી મીના તેમજ  પ્રો. અરવિંદ માહલેના  હસ્તે એનાયત થયો હતો.

શિક્ષણ ક્ષેત્રે શ્રી દિપક પરમાર  નોંધપાત્ર કામગીરી કરી રહ્યા છે. તેમના ૦૬  શોધ લેખો પ્રકાશિત થયેલ છે. ૧૪  સંશોધન પેપરો નેશનલ સેમિનાર અને કોન્ફરન્સોમાં રજૂ કરેલ છે.  તેમજ તેમણે ૪ વર્કશોપ પણ પૂર્ણ  કરેલ છે. શ્રી દિપક  પરમારે ખરેખર સરદાર પટેલ યુનિવર્સિટીનું તેમજ સમાજશાસ્ત્ર વિભાગનું  ગુજરાત સ્તરે ગૌરવ વધાર્યુ છે તે બદલસરદાર પટેલ યુનિવર્સિટી પરિવાર તેમના સૌ મિત્રો તેમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે  છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!