INTERNATIONAL

સૂર્યમાં ફરી એકવાર સૌર વિસ્ફોટ થયો

સૂર્યમાં ફરી એકવાર સૌર વિસ્ફોટ થયો છે. જેનો વીડિયો નાસાએ શેર કર્યો હતો. વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ ચાલુ વર્ષ 2024 નો પ્રથમ સૌર વિસ્ફોટ હતો જેના લીધે શુક્રવારે દુનિયાના ઘણા ભાગોમાં રેડિયો બ્લેકઆઉટની સ્થિતિ સર્જાઈ હતી.

આ વિસ્ફોટ 9 ફેબ્રુઆરીએ સવારે 8 વાગીને 10 મિનિટે બની હતી પણ સારી વાત એ છે કે પૃથ્વી આ વિસ્ફોટની લપેટમાં આવતા બચી ગઇ હતી કેમ કે પૃથ્વી આ સૌર જ્વાળાની સીધી ફાયરિંગ લાઈનમાં નહોતી પરંતુ આ સૌર જ્વાળાને કારણે દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને દક્ષિણ એટલાન્ટિકમાં શોર્ટવેવ રેડિયો કમ્યુનિકેશન ઠપ થઇ ગયું હતું.

અહેવાલ અનુસાર આ સૌર જ્વાળા સન સ્પોટ AR3576 માં થયો હતો. આ સનસ્પોટ 5 ફેબ્રુઆરીએ  M કેટેગરીની સૌર જ્વાળા અને પ્લાઝ્મા વિસ્ફોટથી બન્યું હતું પણ 8 ફેબ્રુઆરીએ આગળ નીકળી ગયું જેના લીધે પૃથ્વી આ સનસ્પોટની સીધી ફાયરિંગ લાઈનથી બહાર થઇ ગઇ હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!