IDARSABARKANTHA

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે “મિલેટ પાકોનો પરિચય અને બદલાતી આબોહવાકિય ખેતીમાં તેનું મહત્વ”ના વિષય પર ઓનાઈન તાલીમ યોજાઇ

 

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે “મિલેટ પાકોનો પરિચય અને બદલાતી આબોહવાકિય ખેતીમાં તેનું મહત્વ”ના વિષય પર ઓનાઈન તાલીમ યોજાઇ

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા “મિલેટ પાકોનો પરિચય અને બદલાતી આબોહવાકિય ખેતીમાં તેનું મહત્વ”ના વિષય પર ઓનાઈન તાલીમ યોજાઇ. તાલીમની શરૂઆતમાં ડો. એ. જી. પટેલ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીએ સૌપ્રથમ ખેડૂતોને આવકારી જણાવેલ કે વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલ છે ત્યારે હરિયાળી ક્રાંતિ બાદ ડાંગર, ઘઉં અને મકાઈ જેવા ધાન્ય પાકોની ખેતીમાં દિન પ્રતિદિન વધારા સાથે સાથે મિલેટ પાકોની ખેતીમાં ઘટાડો થવાને કારણે હાલની નવીન પેઢી માટે આ પાકો કદાચ નવા હોઇ શકે. આ તાલીમ થકી મિલેટ પાકોના ફાયદાઓ વિશે ખેડૂતો માહિતગાર થાય તથા રોજિંદા જીવનમાં પણ આ પાકોને આહારમાં વધુમાં વધુ ઉપયોગ કરે તેવું આહવાન કરેલ. ત્યારબાદ ડો. આર. એ. ગામી સહ સંશોધન વૈજ્ઞાનિક મિલેટ સંશોધન કેન્દ્રએ મિલેટ પાકોમાં વિવિધતા સભર પાકો જેવાકે બાજરી, જુવાર, નાગલી (રાગી), અંગ, મેળો, વરી, બંટી (સામો), કોદરા વગેરેનો સમાવેશ થાય છે. આ પાકોને ભારતના પ્રાચીન પાકો ગણવામાં આવે છે. આ પાકો દુષ્કાળ અને ગરમી જેવી વિષમ પરિસ્થિતિ સામે ટકી રહેવાની સહનશીલતા ધરાવે છે. આ પાકો ઓછા તેમજ અનિયમિત વરસાદ અને ઓછી ફળદ્રુપ જમીનમાં પણ સંતોષકારક ઉત્પાદન આપે છે. આ પાકોને ઉગાડવામાં અન્ય પાકોની સરખામણીમાં ખુબજ ઓછા ઘટકોની જરૂર રહે છે. જેને કારણે આ પાકોની ખેતીમાં અન્ય પાકોની સરખામીમાં ઓછો ખેતી ખર્ચ થાય છે. જેથી સીમાંત ખેડૂતો માટે આ પાકો વરદાનરૂપ સાબિત થઈ શકે તેમ છે. જો ખેડૂતો આ મિલેટ પાકોની ખેતી વૈજ્ઞાનિક ઢબથી કરશે તો ખેડૂતોને આર્થિક વળતર સારું મળશે અને સાથે સાથે સ્વાસ્થ્ય પણ જળવાશે. સદર તાલીમમાં ૮૦ જેટલા ખેડૂતોએ ભાગ લીધેલ. તાલીમના અંતમાં શ્રી એસ.એમ.પટેલએ સૌનો આભાર માની તાલીમ પૂર્ણ જાહેર કરેલ. તાલીમનું સફળ સંચાલન ડો. હાર્દિક ડોડીયા અને શ્રી તેજસ લીમ્બાચીયા સિનિયર રીસર્ચ ફેલો દ્વારા કરવામાં આવેલ.

 

જયંતિ પરમાર સાબરકાંઠા

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!