GODHARAPANCHMAHAL

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા રાજ્ય કારોબારી બેઠક ગાંધીનગર મુકામે યોજાઇ

પંચમહાલ

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી ગોધરા

 

 

પ્રથમ તબક્કામાં માધ્યમિક બીજા તબક્કામાં પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નોની રજૂઆત દરેક જિલ્લાઓ ના પ્રતિનીધી દ્વારા કરવામાં આવી.

 

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા ગાંધીનગર iite મુકામે રાજ્ય કારોબારી બેઠક યોજાઇ ગઇ.અખિલભારતીય રાષ્ટ્રીય સંઘઠન મંત્રી શ્રી મહેન્દ્રજી કપુર અને અખિલ ભારતીય રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મોહનજી પુરોહિત ની રાજ્ય કાર્ય બારી બેઠકમાં ઉપસ્થિતિ રહી .બેઠક અલગ અલગ સત્રોમાં કરવામાં આવી દરેક ના જિલ્લાના અધ્યક્ષ/ મંત્રી અને સંગઠન મંત્રી જિલ્લાની ટીમ તેમજ રાજ્ય કારોબારી ટીમ હાજર રહી હતી .પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નો મુદ્દે દરેક જિલ્લાના પ્રતિનિધિ કાર્યકર્તાઓ દ્વારા માનનીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ , રાષ્ટ્રીય શૈક્ષિકમહાસંઘ ગુજરાત ના મહામંત્રી મિતેષ ભાઈ ભટ્ટ અને અખિલ ભારતીય અધિકારીઓ અને પ્રાથમિક શૈક્ષિકમહાસંઘ ના મહામંત્રી શ્રી અનિરુધ્ધસિંહ સોલંકી, સંઘઠન મંત્રી અરુણભાઈ જોષી અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સંગઠન મંત્રી સરદાર સિંહ મછારની ઉપસ્થિતિમાં પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી તેમાં 1/ 4/ 2005 પહેલાના નિમણૂક પામેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવે તેમજ તેના પછી નિમણૂક પામેલા શિક્ષકો ને પણ જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવે. ૧/૪/૨૦૦૫ પહેલા ના શિક્ષકો ની સરકાર સાથેની સમાધાન બેઠકમાં લેવાયેલ નિર્ણયોનો ઝડપથી ઠરાવ થાય તેમજ કેન્દ્રના ધોરણે રાજ્ય ૧૪ ટકા ફાળો શિક્ષકો ના ખાતામાં જમા કરાવે આ બંને ઠરાવો સરકાર કરી શકિ નથી તે ઝડપી ઠરાવો કરવામાં આવે આગળના સમયમાં દિલ્હી જઈને સંસદ સભ્યો અને ધારાસભ્યોને મળી ને રજુઆત કરવામાં આવશે. ગુજરાતમાં સુંદરકામ કરી રહેલા એચ .ટાટ. મિત્રો 2012 થી લાગેલા છે તેમને કોઈપણ કારણ વગર 100 અને 150 નો રેસિયો જે નિમણૂક વખતે નહોતો તે ઘણી અત્યારે 100 કિ.મી કરતાં વધુ તેમને દુર જવું પડ્યું છે એવા મિત્રોની તરફેણમાં કોર્ટે ચુકાદો આપ્યો છે છતાં આવા મિત્રોને મૂળ શાળાનો લાભ મળ્યો નથી તેઓ ને લાભ મળે .બદલીની રાહ જોઈ રહેલા 35,000 જેટલા શિક્ષકોને વતનમાં જવાનો લાભ મળે. સી.આર.સી બી.આર.સીના પડતર પ્રશ્નોનો ઉકેલ આવે. બહેનોની પ્રસુતિની રજાઓને સળંગ ગણવામાં આવે . કેન્દ્ર સરકારે જાહેર કરેલ મોંઘવારી ચાર ટકા નો વધારો આપવામાં આવે. નવો અને જૂનો મોંઘવારીનો હપ્તો સરકાર દ્વારા ઝડપથી આપવામાં આવે. વ્યાયામ અને ચિત્ર શિક્ષકો નુ સળંગ ગણવામાં આવે તેવી રજૂઆત પણ આવી છે પ્રાથમિક અને માધ્યમિક કક્ષાના પ્રશ્નોનું સંકલન સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે. એકમ કસોટી માટે એક લિંક દ્વારા શિક્ષકોને અભિપ્રાયો આપવા જણાવ્યું હતું તેમાં 70,000 જેટલા શિક્ષકોના અભિપ્રાયો સંગઠન પાસે આવ્યા છે. મોટાભાગના શિક્ષકોના અભિપ્રાય મુજબ એકમ કસોટી એ મોટું ભારણ છે તેને ઘટાડવામાં આવે. વર્ગના શિક્ષકોને વર્ગમાં પૂરો સમય ભણાવી શકે તેમના પર બાકીનો કોઈ બોજ ન રહે તેવું સર્વે ના તારણો માં જાણવા મળે લ છે. ઓનલાઈન શિક્ષણનું ભારણ ઘટે કોમ્પ્યુટર ઓપરેટર, અથવા ક્લાર્કની પટાવાળા ની નિમણૂક થાય તેમજ અન્ય પડતર પ્રશ્નો નુ સંકલન કરી સરકારમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.

સંગઠન રચનાત્મક કાર્યક્રમો તેમજ રાષ્ટ્રહિત માટે,સમાજ હિત માટે કામ કરે છે અને કરતું રહેશે. હાલ સંઘઠન દ્વારા માતૃશક્તિ, ગુરુ વંદના કર્તવ્ય. કર્તવ્યબોધ જેવા કાર્યક્રમો દરેક તાલુકાઓમાં કરવામાં આવી રહ્યા છે રાષ્ટ્ર માટે સંસ્કૃતિ માટે સંઘઠન કામ કરે છે અને શિક્ષક હિતો માટે પણ સંગઠન કામ કરે છે સંગઠનનો વિસ્તાર વધે એ માટે દિલ્હીથી આવેલ અખિલ ભારતીય રાષ્ટ્રીય સંઘઠન ના અધિકારીઓ દ્વારા પૂર્ણ માર્ગદર્શન મળી રહેલ છે.

રાષ્ટ્રીય શૈક્ષિકમહા સંઘના અધ્યક્ષ શ્રી ભીખાભાઈ પટેલ દ્વારા ઉપરોક્ત પ્રશ્નો બાબતે સંગઠનની ટીમ સરકાર સાથે રહી પ્રશ્નો નો નિકાલ કરવામાં આવશે. અને પ્રશ્નો નહીં ઉકેલાય તો જરૂર જણાય તો આંદોલન પણ કરવામાં આવશે તેવું જણાવવામાં આવે છે.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!