GIR SOMNATHGIR SOMNATH

સોમનાથ ખાતે સુરક્ષાના નામે સિમેન્ટની દિવાલ ખડકી દેતા સ્થાનિક વેપારી ઓ દેશ-વિદેશથી દર્શનાર્થીએ આવતા યાત્રિકોને ભારે મુશ્કેલી

સોમનાથ મંદિર થી બહાર નીકળવાનો શોપિંગ અને જુના મંદિર સામે નીકળતો એક્ઝિટ ગેટ ટ્રસ્ટ એ સુરક્ષાના નામે સિમેન્ટની દિવાલ ખડકી દેતા સ્થાનિક વેપારી ઓ દેશ-વિદેશથી દર્શનાર્થીએ આવતા યાત્રિકોને ભારે મુશ્કેલી

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે છેલ્લા ઘણા દિવસ થી સ્થાનિક વેપારીઓ તેમના ધંધા રોજગાર અને આજીવિકા માટે સંઘર્ષ કરે છે. જુના સોમનાથ મંદિરની સામે આવેલ રસ્તા માંથી ભાવિકો દર્શન કરી બહાર નીકળતો રસ્તો બંધ કરી નવો રસ્તો ખોલતા,વેપારીઓ ના ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે.સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર ને શનિવાર ના રોજ વેપારીઓ ની મહિલાઓ તથા બાળકો મળી અને ન્યાય માટે ખોળો પાથરી આજીજી કરી હતી.જનરલ મેનેજર એ મંગળવાર સુધી માં યોગ્ય નિર્ણય કરી જણાવવા ખાત્રી આપી હતી. પણ ટ્રસ્ટ તરફથી હજુ સુધી કોઈ જવાબ નથી.શોપિંગ સેન્ટર ના વેપારીઓ એ આજે સોમનાથ મંદિર વિસ્તાર માં રોજગારી કમાતાતમામવેપારીઓ, પાથરણા, ફોટોગ્રાફર, ફોટા ચોપડી વાળા શ્રમજીવી ની એક મિટિંગ રાખી હતી. જેમાં ઘણા બધા આગેવાનો એ હાજરી આપી હતી. અને એક અવાજે તમામ બાબતે સહકાર આપવાની ખાત્રી આપી હતી. અને આજે તમારી ઉપર અન્યાય થયો છે. કાલે કોઈ અન્ય સાથે થાય.સોમનાથ માં રોજગારી કમાતા તમામ વેપારીઓ એક છત નીચે આવી સંગઠિત થવા સુર નીકળ્યો હતો.હવે જોવું રહ્યું કે આગળ શું થાય છે

વાત્સલ્યમ સમાચાર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!