VALSADVALSAD CITY / TALUKO

રાજયના નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઇના હસ્તે ૧૧ એમ્બ્યુલન્સનું સીવીલ હોસ્પટલ ખાતેથી લોકાર્પણ કરાયું

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રૂા. ૧.૭૫ કરોડના ખર્ચે ૧૫ માં નાણાંપંચ અને વિવિધ યોજનાની ગ્રાન્ટમાંથી ૧૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને એમ્બ્યુલન્સ ફાળવાઇઃ

 વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના આયુષ્માન ભારતઃ- કોરોનાકાળમાં ગરીબમાં ગરીબ માણસોને લાભ મળી રહે તે માટે આ યોજનાની શરૂઆત કરીઃ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇઃ-

 આયુષ્માન યોજનામાં રૂા. ૫ લાખમાં ગુજરાત સરકારે રૂા. ૫ લાખનો વધારો કરી આ યોજનામાં હવે રૂા. ૧૦ લાખની કેશલેસ સારવાર મળશેઃ- મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ

માહિતી બ્યુરોઃ વલસાડઃ ૧૭ઃ સમગ્ર દુનિયાની સૌથી મોટી આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત યોજના કોરોનાકાળમાં ગરીબમાં ગરીબ માણસને આનો લાભ મળે તે માટે શરૂઆત કરી. આ યોજનામાં પહેલા રૂપિયાની કેશલેસ સારવાર આપવામાં આવે છે તેમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દભાઇ પટેલની સરકારે રૂા પાંચ લાખનો વધારો કરી આ યોજનમાં હવે રૂા. ૧૦ લાખની કેશલેસ સારવાર આપવામાં આવી રહી છે એમ રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ વલસાડ સીવીલ હોસ્પિટલ ખાતે રૂા. ૧.૭૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૧૧ એમ્બ્યુલન્સોના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૧૪ માં વડાપ્રધાન પદ સંભાળ્યું ત્યારે સમગ્ર વિશ્વમાં દેશનું અર્થતંત્ર ૧૦ માં નંબરે હતું તે આજે પાંચમાં નંબરે છે જયારે આપણા પર જેણે બસો વર્ષ રાજ કર્યુ હતું તેવો ઇંગ્લેન્ડ દેશ છઠ્ઠા નંબરે છે. આમાં દરેક નાગરિકોનો ફાળો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના દરેક દરેક નાગરિકને ઇનોવેશન અને પ્રેરણા આપી છે. આજના યુવાનને દેશ માટે ગૌરવ થાય અને દેશને આઝાદી કઇ રીતે મળી તેનાથી અવગત થાય તે માટે મેરી મીટ્ટી મેરા મેરા દેશના અભિયાનથી આજના યુવાનમાં દેશભકિત પ્રત્યે જાગૃત કર્યા છે. આઝાદીમાં દેશ માટે શહીદ થયેલા શહીદો પ્રત્યેનું ત્રણ ચૂકવાય તે માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શહીદોનું સ્મારક દિલ્હી ખાતે બનાવવાનું નક્કી કર્યુ છે.

દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં દરેક ક્ષેત્રમાં વિકાસ થઇ રહયો છે તે જ રીતે ગુજરાત રાજયના ભૂપેન્દભાઇ પટેલની રાહબરી હેઠળ રાજયનો વિકાસ થઇ રહયો છે. દેશના

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનું વર્ષ ૨૦૪૭ સુધીમાં સમગ્ર વિશ્વમાં ભારતને પ્રથમ નંબરે લઇ જવાનું જે

સ્વપ્ન છે તેને સાકાર કરવા માટે આપણે પણ આ વિકાસની યાત્રામાં સહભાગી થઇએ. મંત્રીશ્રીએ આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન આપ્યા હતા.

આ કાર્યક્રમમાં વલસાડ જિલા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઇ પટેલ, વલસાડ, ધરમપુર અને કપરાડાના ધારાસભ્યો સર્વ ભરતભાઇ પટેલ, અરિવંદભાઇ પટેલ અને જીતુભાઇ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

આ કાર્યક્રમમાં , જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી રંજનબેન પટેલ, જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, વલસાડના પ્રાંત અધિકારી નીલેશ કુકડીયા, મુખ્ય જિલ્લા અધિકારી ર્ડો. કિરણ પટેલ, અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડો. વિપુલ ગામીત, જિલ્લા સંગઠન પ્રમુખ હેમત કંસારા, સંગઠન મહામંત્રીઓ કમલેશ પટેલ, શિલ્પેશ દેસાઇ, રકતદાન કેન્દ્રના યઝદી ઇટાલીયા તેમજ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહયા હતા.

બોક્ષ મેટરઃ- 

કાર્યક્રમની રૂપરેખા આપતા વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીએ જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લામાં રૂા. ૧.૭૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ અને જિલ્લાના ૧૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. તેની વિગતો આપી હતી. જેમાં વલસાડ તાલુકામાં ચણવઇ, સેગવા અને ભાગડાવડા, ધરમપુર તાલુકામાં સિદુમ્બર, તૂતરખેડ, ધામણી, કપરાડા તાલુકામાં સિલ્ધા, દહીંખેડ અને મોટાપોંઢા જયારે પારડી તાલુકામાં ગોઇમા અને ઉમરગામ તાલુકામાં સંજાણનો સમાવેશ થાય છે. ગત વર્ષે જિલ્લાના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દને ફાળવવામાં આવેલ ૨૩ એમ્બ્યુલન્સ દ્વારા ૧૫૮૩ મહિલાઓને પ્રસુતિ માટે રેફરલ કરવામાં આવી, ૯૨૬ કુટુંબોને ફેમીલી પ્લાનિંગ માટે, ૩૫૬૧ વ્યકિતઓને મેડીકલ ઇમરજન્સી મળી કુલ ૬૦૭૦ લોકોને આ એમ્બયુલન્સની મદદ મળી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!