GUJARATJETPURRAJKOT

Jetpur: જેતપુર નજીક રાજકોટ પોરબંદર નેશનલ હાઇવે ધારેશ્વર પાસે ભેંસ આડી ઉતરતા ત્રિપલ અકસ્માત સર્જાયો જાનહાની ટળીઃ એક ભેંસનું મોત

તા.૮/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, jetpur: જેતપુર નજીક રાજકોટ પોરબંદર નેશનલ હાઇવે ઉપર ડિવાઈડર ઉપર ચરતી ભેંસો આડી ઉતરતા ત્રીપલ અકસ્માત સર્જાયો છે આ બનાવની વિગત એવી છે કે ગઈ મોડી રાત્રે રાજકોટ પોરબંદર નેશનલ હાઇવે પર ધારેશ્વર પેટ્રોલ પંપ પાસેથી એસટી બસ પસાર થઈ રહી હતી ત્યારે હાઇવે ઉપર ડિવાઈડર પરથી એક ભેંસ અચાનક આડી ઉતરી હતી અને બસ ની સાથે અથડાઈ હતી બસ સ્પીડમાં હતી તેથી ભેંસ ડિવાઈડર ઉપર અથડાઈ ગઈ હતી અને ભેંસ મરી ગઈ હતી.

આ બનાવથી ડિવાઇડર ઉપર ચરતી બીજી ભેંસો ભડકી અને રસ્તાની બીજી બાજુ ભાગી ત્યારે ત્યાંથી પસાર થતી એક સ્વીફ્ટ મારુતી કારની સાથે આગળના ભાગે અથડાઈ હતી અને કાર ચાલકે જોરદાર બ્રેક મારી હતી તો પાછળથી આવી રહેલ બોલેરો ટ્રકે આ સ્વીફ્ટ કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી તેથી આ સ્વીફ્ટ કારને આગળ ભેંસની ટક્કર અને પાછળ બોલેરો ની ટક્કરથી ખૂબ જ મોટું નુકસાન થયું પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી આમ નેશનલ હાઇવે ઉપર ચરતી ભેસોને કારણે ગઈ રાત્રે ટીપલ અકસ્માત બન્યો છે.

આ બનાવવાની જાણ થતા જ નેશનલ હાઇવેના સત્તાવાળાઓ દોડી આવ્યા હતા અને ટ્રાફિકને કંટ્રોલ કરવામાં મદદ કરી હતી. આ બનાવમાં વાહન ચાલકો નહીં પણ નેશનલ હાઇવેમાં ગેરકાયદેસર રીતે ડિવાઇડરમાં ચરતી ભેસ અને તેના માલિકો સંપૂર્ણપણે જવાબદાર છે તેમ લોકોનું માનવું છે ઢોર થી થતા નુકસાન બાબતે સરકાર કડક કાયદાઓ લાવી રહી છે પણ તેનો કોઈ અમલ કરતો જણાતો નથી કારણકે આ બનાવ બન્યો ત્યારે પણ મોટી સંખ્યામાં ભેંસો ડિવાઇડરમાં રાતે ચરતી હોવાનું જણાઈ રહ્યું છે તેથી અકસ્માતની સંભાવના અને ખૂબ જ વધી જાય છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!