CHHOTA UDAIPUR CITY / TALUKO
નસવાડી તાલુકાના ધારસિમેલ ગામમાં ભીષણ આગ, આદિવાસી પરિવારનું ઘર બળીને ખાખ

મુકેશ પરમાર,, નસવાડી
નસવાડી તાલુકાના ધારસિમેલ ગામના હીમો ફળિયામાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં રહેતા ડુંગરા ભીલ કિણસિયા ભાઈ અને દહરીયા ભાઈના રહેણાંક મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખું ઘર અને ઘરમાં રહેલો તમામ ઘરવખરીનો સામાન, અનાજ અને કિંમતી ચીજવસ્તુઓ બળીને રાખ થઈ ગઈ છે.આગની જ્વાળાઓ જોઈને આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બધું જ નાશ પામ્યું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ગરીબ પરિવાર અત્યારે પાયમાલ થઈ ગયો છે અને ખુલ્લા આકાશ નીચે આવી ગયો છે.પીડિત પરિવારે સરકાર અને વહીવટી તંત્ર પાસે યોગ્ય વળતર અને સહાયની માંગ કરી છે જેથી તેઓ ફરીથી પોતાનું આશિયાનું ઊભું કરી શકે.





