CHHOTA UDAIPUR CITY / TALUKO

નસવાડી આઈ.ટી.આઈ સંસ્થામાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવી

મુકેશ પરમાર,,, નસવાડી 

નસવાડી આઈ.ટી.આઈના ગ્રાઉન્ડમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો અને સૌને ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેની જાળવણી કરવાની અપીલ કરવામાં આવી હતી.આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જળ, જમીન અને જંગલના સંવર્ધન સાથે પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંકલ્પ લીધો હતો. સાથે જ વન્ય પ્રાણીઓ અને પશુ-પક્ષીઓના સંરક્ષણ અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી હતી.કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, કાર્યકરો, વન વિભાગના અધિકારીઓ તેમજ આઈ.ટી.આઈ ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને પર્યાવરણ સુરક્ષા માટે સામૂહિક પ્રયાસોની જરૂરિયાત પર ભાર મુકાયો હતો.અંતમાં સૌએ હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણ માટે યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Back to top button
error: Content is protected !!