Dahod

દાહોદમાં દિકરા થી હેરાન અને પરેશાન થતાં વિધવા માતા ની મદદે અભયમ દાહોદ

તા.૨૪.૦૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદમાં દિકરા થી હેરાન અને પરેશાન થતાં વિધવા માતા ની મદદે અભયમ દાહોદ

દાહોદ થી એક વિધવા માતા એ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન માં કોલ કરી જનાવેલ કે તેમનો દિકરો તેઓ ને શારિરીક માનસિક ત્રાસ આપે છે જેમાં મદદ કરવા જણાવતા અભયમ ટીમ દાહોદ સ્થળ પર પહોંચી વિધવા ને આશ્વાશન આપેલ અને દિકરા ને સમજાવેલ કે આવી હરકત બદલ ગુનો બની સકે. વિધવા માતા ની કાળજી રાખવી તે દિકરાની જવાબદારી છે પરંતુ માતા સાથે આવુ ગેર વર્તન કરવું એ સામજિક અને કાયદાકીય અપરાધ છે વૃદ્ધાવસ્થા માં માતાની કાળજી લેવાં અને પરીવાર સાથે આનંદ થી રહેવા માર્ગદર્શન આપેલ.દીકરાને પોતાની ભૂલ સમજાઈ હતી અને કોઈ પણ પ્રકારની હેરાંગતી નહી કરું જેની ખાત્રી મેળવતા વિધવા માતા ને ખુબ રાહત મળી હતો.મળતી માહિતિ મુજ્બ રેલવે માં પતિ નોકરી કરતા હતાં જેઓ નું આકસ્મિક મૃત્યુ થતા પરિવાર પરઆફત આવી હતી. વિધવા માતા એ ખુબ જ પ્રયત્ન કરી પતિ ની જગ્યા એ પુત્ર ને રહેમ રાહે નોકરી અપાવી હતી આ ઉપરાત પતિ ના મૃત્યુ બાદ મળેલ ફંડ પણ દિકરા પર વિશ્વાસ રાખી આપી દીધેલ.થોડા સમય બાદ વિધવા માતા ને કોઈપણ વાંક ગુના સીવાય દિકરા દ્વારા અપમાનિત કરી મારઝુડ કરવામાં આવતી આવા અમાનુષી અત્યાચાર થી કંટાળી ગયેલ મહિલા એ મદદ માટે ૧૮૧ મહિલા હેલ્પ લાઇન માં કોલ કર્યો હતો.અભયમ દ્વારા દિકરા ને આવી હરકત બદલ સજા થઇ સકે. પિતા ની ગેરહાજરી મા માતા નુ ભરણ પોષણ અને કાળજી લેવાની ફરજ નું ભાન કરાવ્યું હતુ. અભયમ દ્વારા કાયદેસર પગલાં લેવાનું જણાવતા દિકરા એ પોતાની ભુલ કબૂલી હતી અને ખાત્રી આપી હતી કે હવે પછી માતા ને કોઈ પણ પ્રકારની હેરાનગતિ નહી કરું. માતા ને પણ ખાત્રી મળતા અને આગળ કોઈ કાર્યવાહી ના કરવાનુ જણાવતા દિકરા ને ફરજ નુ ભાન કરાવી સમાધાન કરાવવામાં આવ્યુ હતું.પોતાને મળેલ મદદ બ્દલ માતા એ અભયમ ટીમ નો આભાર માન્યો હતો

Back to top button
error: Content is protected !!