AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEBUSINESSDHROLENTERTAINMENTGANDHINAGARGANDHINAGAR CITY / TALUKOJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

પંચ તત્વનું મહત્વ અને શરીર સાથે જોડાણની અપાઈ સમજણ

રાજકોટમાં ‘ફ્યુચર વેલનેસ’ દ્વારા આયોજિત સેમિનાર: ‘પંચતત્વ’ અને ‘ઓરા-ચક્ર’ દ્વારા જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન અંગે માર્ગદર્શન

 

તાજેતરમાં રાજકોટના આંગણે ‘ફ્યુચર વેલનેસ’ દ્વારા એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘યથા બ્રહ્માંડે તથા પિંડે’ ના સિદ્ધાંતને સાર્થક કરતા આ સેમિનારમાં આધુનિક જીવનશૈલીમાં રહેલા પ્રદૂષણ (Pollution), રેડિએશન અને તણાવયુક્ત જીવન સામે રક્ષણ મેળવવાના અસરકારક ઉપાયો વિશે ચર્ચા કરવામાં આવી હતી.

આ સેમિનારનું મુખ્ય આકર્ષણ માનવ જીવનમાં ‘ઓરા’ (Aura) અને ‘ચક્ર’ (Chakras) નું મહત્વ અને તેનું યોગ્ય એલાઈનમેન્ટ હતું. સેમિનારમાં ઉપસ્થિત નિષ્ણાતો દ્વારા લાઈવ સ્કેનિંગ અને લાઈવ એલાઈનમેન્ટનો ડેમો આપવામાં આવ્યો હતો, જેમાં સહભાગીઓને પોતાના શરીરમાં રહેલા ઉર્જા કેન્દ્રોને કેવી રીતે સંતુલિત કરવા તે વિશેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

સેમિનારના મુખ્ય મુદ્દાઓ:

પંચતત્વની શક્તિ: માનવ જીવન પર પંચતત્વની અસર અને તેની શક્તિને પોતાના જીવનમાં કેવી રીતે વિકસિત કરવી, તે અંગેના વ્યવહારુ માર્ગદર્શનો આપવામાં આવ્યા હતા.

આધુનિક ટેકનોલોજી: વર્લ્ડની મોસ્ટ એડવાન્સ નેચરલ ટેકનોલોજી વિશે માહિતી આપવામાં આવી હતી, જે પ્રદૂષણ અને રેડિએશનની અસરો ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

સંપૂર્ણ સમાધાન: તંદુરસ્ત અને ટેસ્ટફૂલ જીવન જીવવા માટે પ્રાચીન વિજ્ઞાન અને આધુનિક તકનીકના સમન્વય પર ભાર મૂકવામાં આવ્યો હતો.

રાજકોટમાં યોજાયેલા આ સેમિનારમાં શહેરના અંદાજે ૪૦ થી ૫૦ જેટલા જાગૃત નાગરિકોએ હાજરી આપી હતી અને આ વિષયમાં ઘણો રસ દાખવ્યો હતો. ‘ફ્યુચર વેલનેસ’ના ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોના સ્વાસ્થ્ય અને ઉર્જા સ્તરને સુધારીને એક સકારાત્મક સમાજનું નિર્માણ કરવાનો છે.

___________________

અન્ય રીતે જોઈએ તો જે દેહમાં છે તે બ્રહ્માંડ માં છે દેહના સ્પ્તલોક બ્રહ્માંડના સ્પ્તલોક સાથે સમાયોજનમાં હોય તો સંવાદિતતા જળવાય રહે છે એ સંવાદિતતા એ જ શાસ્ત્ર મુજબનું સ્વાસ્થ્ય છે

હવે સંવાદિતતા કેળવવા શું કરવું??તો યોગશાસ્ત્ર મુજબ શ્વાસનું નિયમન એટલેકે પ્રાણાયામ કરો અને જર્ની વિધિન એટલે કે ધ્યાન કરવું આ ખૂબ સરળ પ્રયોગ છે માત્ર અપનાવવાની જ જરૂર છે

પ્રાણાયામ અને ધ્યાન નિષ્ણાત પાસેથી શીખીને જ કરવા

બીજી વાત health is a state of complete physical,mental,social &spiritual well-being and not merely and absence of deases …… અર્થાત્ સ્વાસ્થ્ય એ શારીરિક માનસિક સામાજિક આધ્યાત્મિક સ્થિરતા અને પ્રસન્નતા છે ,માત્ર રોગ ન હોવો તે સ્થિતિ નહી ( ભારતીય શાસ્ત્રની હેલ્થની આ વ્યાખ્યા WHO પણ સ્વીકારી છે) આયુર્વેદ મુજબ આપણે બીમાર ન હોઈએ તો તે અ — રોગ ની સ્થિતિ છે સ્વસ્થની નહીં j…… સંપૂર્ણ સ્વસ્થતા પ્રાપ્ત કરવા પ્રકૃતિ એટલે વ્યક્ત બ્રહ્માંડની સાથે અનુકૂલન સાધો…………………(આ સાગર છે એક બે બુંદથી પણ તાજગી મળે તો તેમાં ડૂબી જઈએ તો…..??  મહી પડ્યા તે મહાસુખ પામે….)

_________

રિગાર્ડ્સ

ભરત જી. ભોગાયતા

પત્રકાર (ગવર્નમેન્ટ એક્રેડેટ)

બી.એસ,સી.,એલ.એલ.બી.(+સ્પેશ્યલ),આયુર્વેદ સંમત યોગ & નેચરોપેથી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં (ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી,જામનગર,)જર્નાલિઝમ (હીંદી)

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!