
તા. ૩૦. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod: દાહોદના મુવાલિયા ક્રોસિંગ પાસે આવેલા રામદેવ બાબા મંદિરના પાસે રોડ પર પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલી
દાહોદ તાલુકામાં છેલ્લા ચાર- પાંચ દિવસથી ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદને કારણે ડેમ અને નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે , જેમાં દરરોજની જેમ આ વર્ષે પણ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે વરસાદના વિરામ બાદમાં રોડ પરના પાણી નીકળ્યા નથી
વાત કરીએ દાહોદ તાલુકાના રાબડાળ ગામના તાલુકા મથકે જોડતા રસ્તામાં ભારે વરસાદ ને પગલે પાણી ભરાઈ જતાં હાલ વાહનવ્યવહાર બંધ થયો છે. રાબડાલ ગામ માં આવેલ કેન્દ્રીય વિદ્યાલય ચોકડીથી પસાર થતો રોડ જે હાઇવે ને જોડે છે આના અમુક ભાગમાં આ લો લેવલ રોડ હોવાના કારણે દર ચોમાસામાં રોડ પર પાણી ભરાઈ જાય છે જેમાં વાહન વ્યવહાર ખોરવાઈ જતો હોય છે લોકોને આવા જવામાં તકલીફ પડતી હોય છે દર-વર્ષે સામાન્ય વરસાદમાં પણ રોડ ઉપરથી પાણી વહેતું થતું હોવાથી રોડ તૂટી જાય છે. તંત્ર દ્વારા ચોમાસામાં ત્રણથીચાર વાર માટીતેમજ પથ્થર નું પુરાણ કરી દેવાયુ છે, જેને કારણે દર વર્ષે સમસ્યા – ત્યાં ની ત્યાંજ રહે છે. છેલ્લા ત્રણ દિવસથી રોડ પર પાણી ભરાઈ ગયું છે માં પાર્વતી નગર, ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, મરઘા ફાર્મ, આનંદ કૃષિ કેન્દ્ર, તેમજ અન્ય સોસાયટીઓ આ રસ્તા આગળ આવેલી છે જેના કારણે ત્યાંના રહીશોને તકલીફ પડતી હોય છે હાઇવે અને તાલુકા ને જોડતો આ રોડ છે હાલ ગામ લોકોને તાલુકા મથકે જવા માટે ૪/૫ કિ.મીનો ફેરો કરવો પડે છે. એટલે આ રોડ છોડી હજારીયા ફળિયામાંથી થઈને આવવાનું હોય છે શાળા- કોલેજ જતા વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ તેમજ તાલુકા મથકે પોતાના કામો માટે જતા લોકોને મુશ્કિલોનો સામનો કરવો પડી રહ્યો છે, રોડને નવો અને ઊંચો બનાવવા માટે લોક માંગ ઉઠવા પામી છે




