ENTERTAINMENT

સોનાક્ષી-ઝહીરના લગ્ન લવ જેહાદને પ્રોત્સાહન, હિંદુભવાની સેનાએ પોસ્ટર લગાવી લખ્યું- બિહારમાં ઘૂસવા નહીં દઈએ

બિહારી બાબૂના નામથી લોકપ્રિય શત્રુધ્ન સિંહાની દીકરી અને અભિનેત્રી સોનાક્ષી સિંહાએ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા બાદ બિહારની હિન્દુ શિવ ભવાની સેનાએ રોષ વ્યક્ત કર્યો છે. હિન્દુ શિવ ભવાની સેનાએ પટનામાં પોસ્ટર લગાવી બંનેના લગ્નને લવ જેહાદ ગણાવ્યો છે. સોનાક્ષીને બિહારમાં પ્રવેશવા દેશે નહીં, તેવી ધમકી પણ આપી છે.

પટનામાં લગાવેલા પોસ્ટરમાં શત્રુધ્ન સિંહા, સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલનો ફોટો છે. જેમાં લખ્યું છે કે, સોનાક્ષી સિંહા, અને ઝહીર ઈકબાલના લગ્ન લવ જેહાદને પ્રોત્સાહન આપે છે. સમગ્ર દેશમાં ઈસ્લામીકરણ કરવાનો પ્રયાસ છે. શત્રુધ્ન સિંહાએ લગ્નના નિર્ણય પર પુનઃ વિચાર કરવો જોઈએ નહીં તો તેમના દીકરા લવ અને કુશ તેમજ ઘરનું નામ રામાયણ તરત જ બદલી નાખે, તેનાથી હિન્દુ ધર્મનું અપમાન થઈ રહ્યું છે. સોનાક્ષી સિંહાને હિન્દુ શિવ ભવાની સેના બિહારમાં પ્રવેશવા દેશે નહીં.

રવિવારે ઝહીર ઈકબાલ અને સોનાક્ષી સિંહા પરિવારજનો અને અંગત મિત્રોની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાયા છે. સોનાક્ષી (ઉ.વ. 37) અને ઝહીર (ઉ.વ..35)એ પોતાના પરિવારજનોની ઉપસ્થિતિમાં બાંદ્રા સ્થિત એપાર્ટમેન્ટમાં સિવિલ મેરેજ કર્યા હતા.

નવદંપત્તિએ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને લગ્નની જાહેરાત કરી હતી. જેમાં કેપ્શનમાં લખ્યું હતું કે, આજથી સાત વર્ષ પહેલાં 23.06.2017માં અમે બંનેએ એકબીજાની આંખોમાં પ્રેમનું એવું સુંદર સ્વરૂપ જોયુ કે ત્યારે નક્કી કરી લીધું હતું કે સાથે રહીશું. આ પ્રેમે અનેક અડચણો પાર કરી છે અને આજે અમે બંને આ ક્ષણ સુધી પહોંચી શક્યા છીએ. અમારા બંનેના પરિવાર અને ઈશ્વરના આશીર્વાદથી અમે અહીં સુધી આવ્યા છીએ. હવે અમે પતિ-પત્ની બની ચૂક્યા છીએ. સોનાક્ષીના લગ્નમાં નેટફ્લિક્સ હીરામંડીની કો-એક્ટર અદિતી રાવ હૈદરી પોતાના મંગેતર સિદ્ધાર્થ સાથે સમારોહમાં સામેલ થઈ હતી. આ ઉપરાંત હુમા કુરૈશી સહિત અનેક સેલેબ્રિટીએ હાજરી આપી હતી.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button