AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEBUSINESSDHROLENTERTAINMENTGANDHINAGARGANDHINAGAR CITY / TALUKOJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

TEAM TPS SIKKA — સંવેદનશીલ સંદેશો

*સિક્કા થર્મલ પાવર સ્ટેશન દ્વારા “વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૬ ” ની ઉત્સાહભેર ઉજવણી*

વર્તમાન સમયે જ્યારે સતત વધતાં જતા ઉદ્યોગીકરણ, શહેરીકરણ અને પરિવહન તેમજ પ્લાસ્ટિકના વધતા જતા વપરાશ જેવી પ્રવૃતિનાં લીધે સમગ્ર વિશ્વમાં પર્યાવરણ ની સમસ્યાઓ જેમકે વૈશ્વિક ઉષ્ણતા, આબોહવા પરિવર્તન, ઇકોસિસ્ટમ વિક્ષેપન જોવા મળે છે ત્યારે પર્યાવરણ નું જતન એ આજ અને આવતા ભવિષ્ય માટે વધુ હિતાવહ અને અનિવાર્ય છે. તેના સંદર્ભમાં, ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોરેશન લિમિટેડ, થર્મલ પાવર સ્ટેશન સિક્કા ખાતે “ આબોહવા પરિવર્તન સામે કાર્યવાહી માટે વૈશ્વિક આહવાન” પર ધ્યાન કેન્દ્રિત કરીને પર્યાવરણ સંરક્ષણ અને જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે તારીખ ૧ જૂન ૨૦૨૬ થી ૫ જૂન ૨૦૨૬ ના અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ, જેમાં પર્યાવરણીય વ્યવસ્થાપન સિસ્ટમ વિષય પર આધારિત તાલીમ કાર્યક્રમો,ક્વિઝ સ્પર્ધાઓ, ફિલ્મ શો તેમજ બૅનર નું પ્રદર્શન અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં સમગ્ર કર્મચારીગણ તેમજ સી.આઈ.એસ.એફ. અધિકારીગણ સહર્ષ ભાગ લીધો હતો.
વિશ્વ પર્યાવરણ દિવસ ના આયોજન ને સફળ બનાવવા સંકુલ ના વડા શ્રી એચ. ડી મુંધવા સાહેબ ના માર્ગદર્શન હેઠળ સર્વે કર્મચારી ગણે જહેમત ઉઠાવી હતી તેમજ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ” આબોહવા પરિવર્તન પર કાર્યવાહી અને અન્ય પ્રદૂષણ સામે લડવા માટે વૃક્ષારોપણ અને પ્રકૃતિની જાળવણી એ માત્ર એક દિવસની પ્રવૃત્તિ નથી, પરંતુ આપણી દૈનિક જીવનશૈલીનો ભાગ હોવી જોઈએ.” આ કાયૅકમ માં
ડે.જનરલ મેનેજર ડી.આઇ. સિંધા સુપ્રી. એન્જિનિયર એન.આર.પટેલ, આર.એન.પટેલ, ડી.કે.વસાવા, બી.એ.
પરમાર, ઇન્ચાર્જ એસ.ઇ. બી.ડી. સનારીયા,ખાસ ઉપસ્થિત રહેલ હતા ડેપ્યુટી એન્જિનિયર પી એચ ગાગીયા દ્વારા કાયૅકમ નુ આયોજન કરેલું હતું તેમ એન.ડી.ત્રીવેદી ની યાદી માં જણાવેલ છે

Back to top button
error: Content is protected !!