બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘુસીને તેમના પર જીવલેણ હુમલો કરનાર આરોપીની પહેલી તસ્વીર સામે આવી
બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘુસીને તેમના પર જીવલેણ હુમલો કરનાર આરોપીની પહેલી તસ્વીર સામે આવી છે. આરોપીની તસવીર સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.
સૈફ અલી ખાન પર ગઈકાલે તેના ઘરે છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. માહિતી અનુસાર, આ ઘટના તેમના ઘરમાં બાળકોના રૂમમાં બની હતી.જ્યારે અજાણ્યો વ્યક્તિ ઘરમાં ઘૂસ્યો ત્યારે મહિલા સ્ટાફે તેને જોયો અને બૂમો પાડવા લાગી. આ પછી તે સમયે ઘરમાં હાજર સૈફ અલી ખાન તેની પાસે પહોંચ્યો હતો. આ પછી મારામારી થઈ હતી અને મહિલા સ્ટાફને તેના હાથ પર ઈજા થઈ હતી.
હુમલાખોર તેની પીઠ પર બેગ સાથે એપાર્ટમેન્ટના પગથિયા ઉતરતો જોવા મળી રહ્યો છે.. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીએ ભાગવા માટે ઇમરજન્સી સ્ટેર્સનો ઉપયોગ કર્યો હતો. સીસીટીવી ફૂટેજ રાત્રીના 2.33 વાગ્યાના છે. આ ફૂટેજના આધારે મુંબઈ પોલીસ તેને શોધી રહી છે. પોલીસે આરોપીની ઓળખ કરી લીધી છે. તેના ઘરનું લોકેશન પણ જાણી લીધું. પોલીસ તેના ઘરે પણ ગઈ હતી, પરંતુ તે ઘરે નહોતો. પોલીસ તેને શોધવામાં વ્યસ્ત છે. પોલીસની 10 ટીમો ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની 8 ટીમો પણ કેસની તપાસ કરી રહી છે.
સૈફ અલી ખાન હાલમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. તેમને ICU વોર્ડમાં રાખવામાં આવ્યા છે.
માહિતી અનુસાર, ઈબ્રાહીમ અલી ખાન પોતાના ઘાયલ પિતા સૈફ અલી ખાનને ઓટો રીક્ષામાં હોસ્પિટલ લઈને ગયો. મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સૈફને મોડી રાત્રે સાડા ૩ વાગ્યે ભરતી કરવામાં આવ્યો હતો. ઈબ્રાહીમ સૈફને ઓટો રીક્ષામાં એટલા માટે લઇ ગયો કારણ કે તે સમયે તેના ઘરે કોઈ ડ્રાઈવર હાજર ન હતો.