ENTERTAINMENT

ફિલ્મ ‘દંગલ’માં જોવા મળેલી ‘યંગ બબીતા ​​ફોગટ’ ઉર્ફે સુહાની ભટનાગરનું 19 વર્ષની વયે નિધન

19 વર્ષની ઉંમરમાં સુહાનીનું અવસાન બધાને ચોંકાવનારું છે.

આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’માં જોવા મળેલી ‘યંગ બબીતા ​​ફોગટ’ ઉર્ફે સુહાની ભટનાગરનું 19 વર્ષની વયે નિધન થયું છે. અભિનેત્રી છેલ્લા 2 મહિનાથી બેડ પર હતી. તે એક દુર્લભ બીમારીથી પીડિત હતી, જેના વિશે સુહાનીના માતા-પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. માતા પૂજા ભટનાગરને સુહાની પર ગર્વ છે. તેમણે કહ્યું કે “25 હજાર બાળકોમાંથી સુહાનીએ ‘દંગલ’માં પોતાનું સ્થાન બનાવ્યું છે. તે ભગવાનનું બાળક હતું”

19 વર્ષની ઉંમરમાં સુહાનીનું અવસાન બધાને ચોંકાવનારું છે. અભિનેત્રીનું નવી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં અવસાન થયું. સુહાનીને ગયા મંગળવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 16 ફેબ્રુઆરીની સાંજે તેમનું અવસાન થયું. 17 ફેબ્રુઆરીએ નશ્વર અવશેષોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મીડિયા સાથે વાત કરતા સુહાનીના પિતાએ જણાવ્યું કે 2 મહિના પહેલા એક્ટ્રેસના સામેના હાથમાં સોજો આવવા લાગ્યો હતો. જે સામાન્ય માનવામાં આવતું હતું પરંતુ પછી તેના બીજા હાથમાં અને પછી આખા શરીરમાં સોજો વધી ગયો હતો.

“આ પછી, ઘણા ડૉક્ટરોની સલાહ લેવામાં આવી, પરંતુ કોઈ ડૉક્ટર આ રોગની ઓળખ કરી શક્યા નહીં. લગભગ 11 દિવસ પહેલા, ગયા મંગળવારે સુહાનીને એમ્સમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતા, ત્યારે જાણવા મળ્યું હતું કે સુહાની ડર્માટોમાયોસાઇટિસ નામની બિમારીથી પીડિત છે. જે ખૂબ જ દુર્લભ રોગની શ્રેણીમાં આવે છે. આ રોગની એકમાત્ર સારવાર સ્ટેરોઇડ્સ છે. ત્યારબાદ તેને સ્ટેરોઇડ્સ આપવામાં આવ્યા, જેના કારણે તેના શરીરની ઓટો ઇમ્યુન સિસ્ટમ પર અસર પડી અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ.”

સુહાનીના પિતાએ જણાવ્યું કે, ડોક્ટરોના જણાવ્યા અનુસાર, આ બીમારીમાંથી સાજા થવામાં ઘણો સમય લાગે છે, પરંતુ નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે સુહાનીને હોસ્પિટલમાં ચેપ લાગ્યો હતો. તેના ફેફસા નબળા પડી ગયા. જેના કારણે ફેફસામાં પાણી ભરાઈ ગયું અને તેને શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયો. ગઈકાલે સાંજે સુહાનીએ અંતિમ શ્વાસ લીધા અને આ દુનિયાને અલવિદા કહી દીધું. સુહાનીની માતાએ કહ્યું કે તેમને તેમની પુત્રી પર ખૂબ ગર્વ છે. તે બાળપણથી જ પ્રિન્ટ માટે મોડલ કરતી હતી. તેને ‘દંગલ’ માટે 25 હજાર બાળકોમાંથી તેને પસંદ કરવામાં આવી હતી. તે બાળપણથી જ કેમેરા ફ્રેન્ડલી હતી. અત્યારે તે માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમનો કોર્સ કરી રહી હતી અને બીજા વર્ષમાં હતી. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે ફિલ્મોમાં કામ કરવા માંગતી હતી.

તમને જણાવી દઈએ કે સુહાની ભટનાગર આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’માં ‘છોટી બબીતા’ના રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં સુહાની ફાતિમા સના શેખ સાથે સાક્ષી તંવર અને ઝાયરા વસીમ સાથે જોવા મળી હતી. સુહાનીને તેના અભિનય માટે ઘણી પ્રશંસા મળી હતી. આ પછી અભિનેત્રી ઘણી કોમર્શિયલ જાહેરાતોમાં જોવા મળી. પણ પછી ભણવા માટે તેણીએ એક્ટિંગ છોડી દીધી હતી. અભ્યાસ પૂરો કર્યા બાદ તે ફરીથી અભિનય ક્ષેત્રે આવવાનું વિચારી રહી હતી, પરંતુ તેનું સપનું અધૂરું રહ્યું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!