ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ધોકડવા સેવા સહકારી મંડળીના મંત્રી દ્વારા આચરવામાં આવેલ કૌભાંડમાં ખેડૂતોને બચાવવા માટે લખ્યો મુખ્ય મંત્રીને પત્ર
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ધોકડવા સેવા સહકારી મંડળીમાં 2022માં 13 થી વધુ સભાસદો સાથે રુ.30.72 લાખ રૂપિયાનું સહકારી મંડળીના મંત્રી દ્વારા કૌંભાંડ આચરવામાં આવેલ
વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ધોકડવા સેવા સહકારી મંડળીના મંત્રી દ્વારા આચરવામાં આવેલ કૌભાંડમાં ખેડૂતોને બચાવવા માટે લખ્યો મુખ્ય મંત્રીને પત્ર
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ધોકડવા સેવા સહકારી મંડળીમાં 2022માં 13 થી વધુ સભાસદો સાથે રુ.30.72 લાખ રૂપિયાનું સહકારી મંડળીના મંત્રી દ્વારા કૌંભાંડ આચરવામાં આવેલ…આ 2023 અંગે જુનાગઢ જિલ્લા સેવા સહકારી બેંક દ્વારા સહકારી મંડળીના મંત્રી વિરૂધ્ધ ગીર ગઢડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી….અને હાલ આ સહકારી મંડળીના મંત્રી જામીન ઉપર છૂટી આઝાદ ફરી રહ્યો છે..આ સહકારી મંડળીના મંત્રી દ્વાર એવા ખેડૂત ખાતેદાર અને સભાસદોને ધિરાણ કર્યું છે કે જે મૃત્યુ પામ્યા છે અને ત્યારબાદ તેના નામે ધિરાણ કરીને પૈસાની ઉચાપત કરવામાં આવી છે… એ સિવાય અમુક ખાતેદારોએ મંડળીમાં પૈસા ભર્યા બાદ “નો ડયુ” નો દાખલો પણ આપેલ હોય તેમ છતાં 3 લાખ રૂપિયા ભરવાના બોલે છે…એક ખેડૂત ખાતેદારે પોતાની જમીન વેંચી દીધાના ત્રણ મહિના બાદ સહકારી મંડળીમાંથી ધિરાણ મેળવ્યાની નોટિસ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ફડચા અધિકારી દ્વારા આપવામાં આવી છે….. આવી બાબતોમાં શંકા થાય છે કે આટલું મોટું કૌભાંડ બેંકના કર્મચારીઓની સંડોવણી વગર કઈ રીતે શક્ય બને
હાલ આ મેટર કોર્ટમાં હોય છતાં પણ ફડચા અધિકારી દ્વારા વસુલાત અંગે ખેડૂત ખાતેદારોને ધિરાણ વસૂલવાની નોટિસ ફાળવવામાં આવી રહી છે…. જ્યારે ખેડૂત ખાતેદારો કહી રહ્યાં છે કે પૈસા લીધા નથી તો પૈસા શા માટે ભરીએ… સહકારી મંડળીને ધિરાણ કરતી બેંક જૂનાગઢ જિલ્લા સેવા સહકારી બેંકના લોકો આ અંગે ખેડૂતોને કંઇ બાબતને લઈને હેરાન કરી રહ્યા છે..? અને બેંકે આધાર પુરાવા અને સહીઓ જોયા વગર કંઇ રીતે ખેડૂત ખાતેદારો ને ધિરાણ આપ્યું…? સહકારી મંડળીના મંત્રી દ્વારા ખોટી સહીઓ અને આધાર પુરાવા આપવામાં આવ્યા તેમ છતાં બેંક દ્વારા કેમ કોઈ તપાસ ના થઈ કે બેંક અધિકારી સામે કેમ કોઈ ફરિયાદ આજ દિન સુધી નથી થઈ
હાલ આ ખેડૂતો લાચાર બન્યા છે… સેવા સહકારી મંડળીમાં કૌભાંડ આચરનાર મંત્રી હાલ જામીન ઉપર છૂટી ગયેલ છે… અને મંડળી ફડચામાં બંધ હાલતમાં છે…ભોળા અને અભણ 13 સભાસદો સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છતાં બેંકના ફડચા અધિકારીઓ આ સહકારી મંડળીના ખેડૂતોને હેરાન કરી રહ્યા છે
ખેડૂતોની માંગ છે કે પૈસા ભરી દીધા હોવા છતાં અને ઉપાડ્યા નથી તેવા ખેડૂતોને શા કારણે પૈસા ભરવાની નોટિસ આપવામાં આવી રહી છે