ગીર ગઢડા તાલુકા પંચાયતમાં નવનિયુક્ત હોદેદારોની વરણી કરવામાં આવી
તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે માનભાઈ મકવાણાની વરણી કરવામાં આવી. જ્યારે ઉપપ્રમુખ તરીકે ભાવનાબેન સંદુભાઈ રાણપરિયાની પસંદગી કરવામાં આવી

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડા તાલુકા પંચાયતમાં નવનિયુક્ત હોદેદારોની વરણી કરવામાં આવી
તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે માનભાઈ મકવાણાની વરણી કરવામાં આવી. જ્યારે ઉપપ્રમુખ તરીકે ભાવનાબેન સંદુભાઈ રાણપરિયાની પસંદગી કરવામાં આવી
ગીર ગઢડા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી
. તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલી બેઠક દરમિયાન નવા હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે માનભાઈ વિરાભાઈ મકવાણાની વરણી કરવામાં આવી હતી. જ્યારે ઉપપ્રમુખ તરીકે ભાવનાબેન સંદુભાઈ રાણપરિયાની પસંદગી કરવામાં આવી હતી..
વરણી પ્રક્રિયા દરમિયાન તાલુકા પંચાયત કચેરી ખાતે રાજકીય આગેવાનો, સભ્યો તેમજ કાર્યકરોની વિશેષ હાજરી જોવા મળી હતી. ડીપ્યુટી ડીડીઓના અધ્યક્ષ સ્થાને સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી હતી અને વિજેતા ઉમેદવારોને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા હતા.
વરણી જાહેર થયા બાદ નવા પ્રમુખ અને ઉપપ્રમુખે તાલુકા પંચાયતનો વિધીવત ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે કાર્યકરો અને સમર્થકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમજ સમગ્ર વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
નવા હોદ્દેદારો દ્વારા તાલુકાના વિકાસકાર્યોને વધુ ગતિ આપવામાં આવશે તેમજ લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે પ્રાથમિકતા આધારિત કામગીરી હાથ ધરાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજકીય રીતે મહત્વપૂર્ણ મનાતી આ વરણી બાદ હવે ગીર ગઢડા તાલુકા પંચાયતના આગામી વહીવટી નિર્ણયો અને વિકાસ કાર્યો પર સૌની નજર રહેશે.







