GIR GADHADAGIR SOMNATH

જાખીયા થી ગીર ગઢડા રોડ ઉપર ફોરેસ્ટ કર્મચારીઓ દ્વારા એક વકીલ પાસેથી પૈસા  માંગી ખોટા કેશ માં ફસાવી દેવાના આક્ષેપો સાથે બાર એસોસિયેશન ગીર ગઢડા દ્વારા  મામલતદાર ને આવેદન પત્ર આપ્યું 

બાર એસોસિયેશન તેમજ વકીલ મંડળ દ્વારા ગીર ગઢડા પોલિસ સ્ટેશને પણ ફરિયાદ નોંધવા અને તટસ્થ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી 

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

જાખીયા થી ગીર ગઢડા રોડ ઉપર ફોરેસ્ટ કર્મચારીઓ દ્વારા એક વકીલ પાસેથી પૈસા  માંગી ખોટા કેશ માં ફસાવી દેવાના આક્ષેપો સાથે બાર એસોસિયેશન ગીર ગઢડા દ્વારા  મામલતદાર ને આવેદન પત્ર આપ્યું

પ્રાપ્ત વિગતો મુજબ ઉના ખાતે રહેતા અને વકીલાત ના વ્યવસાય સાથે સંકળાયેલા અજય ભાઈ ભાણા ભાઈ બાંભણિયા પોતાના મિત્ર ની વાડી જાખીયા ચેકપોસ્ટ એ થી પરત ફરતા હોય ત્યારે જાખીયા ગીર ગઢડા રોડ ઉપર સાઈડ માં કોઈ કારણો સર ગાડી રોકી હોય તે દરમિયાન ફોરેસ્ટ કર્મચારીઓ આવી જતા વકીલ અજય ભાઈ ભાણા ભાઈ બાંભણિયા જોડે ફોરેસ્ટ કર્મચારી ગેર વર્તન કરવા લાગેલ અને તું સિંહ દર્શન માટે અહિયાં ઊભો છો તેવું કહી ફોરેસ્ટ કર્મચારીઓ એ પંદર હજાર ની પણ માંગણી કરેલ હોઈ અને પૈસા નઈ આપે તો ખોટા કેશ માં પણ ફસાવી દેવાની ધમકી આપી હોવાના આક્ષેપો સાથે ગીર ગઢડા બાર એસોસિયેશન તથા વકીલ મંડળ એ ગીર ગઢડા મામતદાર ને આવેદન પત્ર આપી ફોરેસ્ટ કર્મચારીઓ વિરૂદ્ધ કાર્યવાહી ની માંગણી કરી છે .

અને બાર એસોસિયેશન તેમજ વકીલ મંડળ દ્વારા ગીર ગઢડા પોલિસ સ્ટેશને પણ ફરિયાદ નોંધવા અને તટસ્થ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!