TANKARA:ટંકારા રીક્ષામાં બેઠેલ વુદ્ધની નજર ચૂકવી રૂપિયાની ચોરી કરનાર બે ઈસમો ઝડપાયા

TANKARA:ટંકારા રીક્ષામાં બેઠેલ વુદ્ધની નજર ચૂકવી રૂપિયાની ચોરી કરનાર બે ઈસમો ઝડપાયા
ટંકારા વિસ્તારમાં રીક્ષામાં પેસેન્જરને બેસાડી પેસેન્જરની નજર ચુકવી રોકડા રૂપીયાની ચોરી કરતા બે શખ્સોને રીક્ષા તથા રોકડા રૂપીયા મળી કુલ 1.50 લાખના ના મુદામાલ સાથે મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયા છે.
બનાવની મળતી વિગત મુજબ રીક્ષામાં ત્રણ અજાણ્યા શખ્સોએ ખિજડીયા ચોકડી પાસેથી રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી તેની નજર ચુકવી તેના ખીસ્સામાં રહેલ રોકડા રૂપીયા 50 હજાર ચોરી લીધા હતા જે મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી.આ રીક્ષા ગેંગ અંગે મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફને મળેલ બાતમીના આધારે સી.એન.જી. રીક્ષામાં ગુનાને અંજામ આપનાર બે શખ્સો અશ્વિન છગનભાઇ ચારોલીયા અને બાબુભાઇ ગાંડુભાઈ સોલંકીને ટંકારા લતીપર ચોકડી ખાતેથી ઝડપી પૂછતાછ કરતા અન્ય એક શખ્સ સંજય છગનભાઈ ચારોલીયા એમ ત્રણ જણાએ મળી ચોરીના ગુનાની કબૂલાત આપતા અને નજર ચૂકવી સેરવી લીધેલ રોકડા રૂપીયા 50 હજાર તથા ગુનામાં વપરાયેલ સી.એન.જી. રીક્ષા મળી કુલ રૂપિયા 1.50 લાખનો નો મુદામાલ સાથે ટંકારા પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે. જે શખ્સનું નામ ખુલ્યું છે તેણે ઝડપવા માટેની કર્યાવહી હાથ ધરવામાં આવી છે.









