BHARUCHGUJARATJHAGADIYA

અશા-માલસર બ્રિજ ને જોડતા માર્ગ ઉપર વડિયા તળાવ પાસે નાળાનું બાઉન્ડીંગ ધસડી પડ્યું

અશા-માલસર બ્રિજ ને જોડતા માર્ગ ઉપર વડિયા તળાવ પાસે નાળાનું બાઉન્ડીંગ ધસડી પડ્યું

 

કરોડો રૂપિયાના ખર્ચે બનેલ બ્રિજ ને જોડતો માર્ગ અતિ બિસ્માર બન્યો

 

વડીયા મંદિર પાસે વગર વરસાદે નાળાની બાજુમાં રોડ ધોવાઈ ગયો

 

 

ઝઘડિયા પંથકમાં છેલ્લા વર્ષોમાં જે કંઈક વિકાસના કામો થયા છે એ વિકાસના કામો માં મોટાપાયે બેદરકારી થઈ હોવાના દાખલાઓ આપોઆપ બહાર આવી રહ્યા છે, ગુમાનદેવ બ્રિજમાં ગાબડું, દઢાલ બ્રિજમાં ગાબડું જે બેદરકારી ના ઉત્તમ ઉદાહરણ છે, આવું જ એક બેદરકારી ભર્યું અને ગત વર્ષે થયેલું રોડના કામ ની બેદરકારી ઝઘડિયા તાલુકામાં બહાર આવી છે, ઝઘડિયા તાલુકામાં અશા માલસર બ્રિજ નું કામ ગત વર્ષોમાં જ પૂર્ણ થયું છે અને તેના જોડતા રોડના કામો પણ તેની સાથે સાથે થયા છે, આ એક વર્ષ પહેલા થયેલા કામોમાં ગંભીર પ્રકારની બેદરકારી આજરોજ સામે આવી છે, તાલુકાના વડીયા મંદિર થી અશા માલસર બ્રિજ પર જવાના રોડ પર વડિયા મંદિર પાસે નાળા ની બાજુમાં રસ્તો રોડની ખરાબ કામગીરી ના પગલે વગર વરસાદે જ ઢસડી પડયો છે જેના પગલે મોટો ખાડો પડી ગયેલ છે અને સાથે આવેલા નાળાનુ બાઉન્ડિગ હટી ગયુ છે, ૨૩૩ કરોડ ના ખર્ચે અશા માલસર બ્રિજ નું નિર્માણ કરવામાં આવ્યું અને તેનું ઇ લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોડેલી ખાતેથી કરવામાં આવ્યું હતું, પરંતુ તે બ્રિજ ને જોડતા મુખ્ય માર્ગ બિસ્માર બન્યો છે, વડીયા મંદિર થી બ્રિજ ને જોડતો માર્ગ વાહન ચાલકોની કમર તોડી રહ્યો છે, પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગનું સમારકામ કરવામાં આવતું નથી, જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, આ માર્ગ ઉપર વડીયા મંદિર પાસે મોટો ખાડો પડતા અવર જવર કરતા વાહન ચાલકો ને અકસ્માત નો ભય સતાવી રહ્યો છે.તાકીદેઆ માર્ગ ઉપર સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!