ઈડરમાં સર્કલ બનાવવાના સ્થળે બિલ્ડરની સ્કીમના બોર્ડ લાગ્યાં…
ઈડરમાં સર્કલ બનાવવાના સ્થળે બિલ્ડરની સ્કીમના બોર્ડ લાગ્યાં…
તાજેતરમાં ઇડરની જવાનપુરા પંચાયત દ્વારા સ્ટેટ હાઈવે પર એશિયન રોડ તરફ સર્કલ બનાવવા લારી ગલ્લાંના દબાણો દૂર કરાયા હતા. પંચાયત દ્વારા દબાણો દૂર કરી સર્કલ બનાવવાની કામગીરી હાથ ધરાનાર હતી. પરંતુ દબાણ હટાયેલ જગ્યા પર દબાણ હટ્યાના ગણતરીના દિવસોમાં ખાનગી બિલ્ડરની સ્કીમના જાહેરાતના બોર્ડ લગાવી દેવાતાં પંચાયત સામે સવાલો ઉઠ્યા છે.
પંચાયત દ્વારા સર્કલ બનાવવાના બહાને લારી ગલ્લાવાળાઓને દૂર કરાયા હતા કે પંચાયતે સત્તા નો
દૂર ઉપયોગ કરી ખાનગી રેસીડેન્સી સ્કીમની જાહેરાતના બોર્ડ લગાવવા માટે જગ્યા ખુલ્લી કરી હતી. ઉલ્લેખનીય છેકે દિવસ રાત વાહન ચાલકોથી ધમધમતાં સ્ટેટ હાઈવેની સાઈડમાં ખાનગી રેસીડેન્સીની સ્કીમ ની જાહેરાત કરવા માટે પંચાયતે જે સ્થળ ખુલ્લી કરી છે તે જગ્યા પર લાગેલા જાહેરાતના બોર્ડને કારણે કોઈ અકસ્માત સર્જાય તો તેની પાછળ જવાબદાર કોણ તે પણ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે
જયંતિ પરમાર સાબરકાંઠા