તા. ૧૪.૦૬.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ૧૧ જુલાઇના રોજ વિશ્વ વસ્તી દીવસની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમો યોજાશે
દાહોદ ૧૧ જુલાઈના રોજ વિશ્વ વસ્તી દીવસની ઉજવણી અંતર્ગત કેન્દ્ર અને રાજય સરકારનાં આરોગ્ય વિભાગ દ્વારા જીલ્લા અને તાલુકા કક્ષાએ જનજાગૃતિ અર્થે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે. દાહોદ જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સમ્રગ જીલ્લામાં આવેલ તાલુકા (સોશ્યલ બિહેવીયરલ ચેન્જ કમ્યુનિકેશન) એસબીસીસી ટીમના સુપરવીઝન હેઠળ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એસબીસીસી ટીમના આયોજન અન્વયે ૧૧ જુલાઇના રોજ વિશ્વ વસ્તી દીવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં, નિયંત્રણ માટે કુટુંબમાં જનજાગૃતિ કેળવવા ૪ તબકકામાં કાર્યક્રમો યોજાશે.વિકસીત ભારતની નવી પહેચાન, કુટુંબનીયોજન દરેક દંપતીની શાન સ્લોગન હેઠળ આ વર્ષે ચાર તબકકામાં આ ઉજવણી કરવામાં આવશે. કુટુંબનીયોજન માટે દંપતીઓ સાથે સંવાદ, વધતી જતી વસ્તીથી ઉભા થતા પ્રશ્નો અંગે જાણકારી, સ્વાસ્થ્ય અને સલામતીના હેતુથી લગ્ન તથા બાળક માટે નિયત કરેલી ઓછામાં ઓછી ઉંમર, બે બાળકો વચ્ચે જરૂરી સમયગાળો
તા. ૨૦ જુનથી શરૂ થનારા પ્રથમ તબકકા દરમીયાન પ્રચાર-પ્રસાર અંગેની સામગ્રી તૈયાર કરી અને વિતરણ, સ્વયંસેવકોની તાલીમ, આંતર- ક્ષેત્રીય કર્નવઝન જાગૃતિ અને પ્રચાર કરવામાં આવશે. બીજા તબકકામાં ૨૭ જૂનથી ૧૦ જુલાઇ દરમીયાન કુટુંબનીયોજનના મહત્વ વિશે જનજાગૃતિ લાવવામાં માટે સામુદાયીક બેઠકો,નસબંધી તથા અન્ય આધુનીક કુટુંબનીયોજન સેવાઓ વગેરે બાબતોની જાણકારી અપાશે. બાળ તથા માતા મૃત્યુ દર ઘટાડવા માટે જાગૃતિ કેળવવામાં આવશે.
કાર્યશાળાઓ, અને પરિસંવાદો, ઘરે-ઘરે મુલાકાતો, સોશ્યલ મીડીયા અને અન્ય ડીઝીટલ પ્લેટકોર્મ દ્વારા જાગૃતિ અભિયાન રેલી, રોડ-શો, દરેક ગામમાં બેનર પોસ્ટર લગાવવા અને હોર્ડીંગ્સ લગાવવા જેવા આયોજનો કરવામાં આવશે. ત્રીજા તબકકામાં તા.૧૧ થી ૨૪ જુલાઈ દરમીયાન ગર્ભનિરોધક કુટુંબનીયોજન સેવાઓ પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. અને ચોથા તબક્કામાં સારી કામગીરી કરનારને પ્રોત્સાહન એવોર્ડ વિતરણ કામગીરી કરવામાં આવશે એમ જીલ્લા આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે