GUJARATSAGBARA

દેવમોગરા ગામમાં પાણીનો સ્ત્રોતો ઊંડે જતા દર્શનાર્થીઓ ને પાણી માટે પડતી મુશ્કેલી.

દેવમોગરા ગામમાં પાણીનો સ્ત્રોતો ઊંડે જતા દર્શનાર્થીઓ ને પાણી માટે પડતી મુશ્કેલી.

વાત્સલ્ય સમાચાર

જેસીંગ વસાવા

 

સાગબારા તાલુકામાં દેવમોગરા ગામ ખાતે આદિવાસી સમાજની કુળદેવી યાહ મોગી માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં ત્રણ રાજ્યોના લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી દર્શનાર્થે આવતા હોય છે, દેવમોગરા મંદિરે દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં વહેલી સવારથી દર્શન માટે લાઈનમાં લાગી જાય છે.

 

પરંતુ દેવમોગરા ટ્રસ્ટના સંચાલકો અને સાગબારા તાલુકા વહિવટી તંત્ર શ્રદ્ધાળુઓને પડતી મુશ્કેલીઓ તરફ કોઈજ ધ્યાન ન દેતું હોઈ તેવું સ્પષ્ટ દેખાઈ અહ્યું છે. કારણ કે શ્રદ્ધાળુઓ દેવમોગરા માતાના દર્શન કરી અને પોતાની માનતાઓ પૂરી કરી ને બપોરનું ભોજન જાતે જ બનાવતા હોય છે, પરંતુ યાત્રાધામ દેવમોગરા ગામમાં સ્થાનિક પાણીનું સ્ત્રોત ખૂટી જતા શ્રદ્ધાળુઓને પાણી માટે ભારે હાલકીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

 

ત્યારે શ્રદ્ધાળુઓ જમવાનું બનાવવા માટે પાણી ભરવા માટે લાબી લાઇનમાં રહી પાણી ભરવા મજબુર બનવું પડે છે. એમ જોવા જઈએ તો ખાસ કરીને દેવમોગરાનાં વિસ્તારમાં પાણીની અછત નહિવત જોવા મળે છે, પરંતુ આ વર્ષના ઉનાળા દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં હેન્ડ પંપ અને બોરમાં પાણીનું સ્ત્રોત નીચે જવાના કારણે બોર અને હેન્ડ પંપમાં પાણી સુકાઈ ગયું છે. જેથી શ્રદ્ધાળુઓ પાણી માટે વલખા મારતા નજરે પડ્યા છે. જેથી સાગબારા વહીવટી તંત્ર, સ્થાનિક ગ્રામ પંચાયત અને દેવમોગરા મંદિરના ટ્રસ્ટીઓ લોકોને પીવાનાં પાણીની અને જમવા બનાવવાનાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે એવી લોકમાંગ ઉઠી છે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button