BANASKANTHAGUJARATKANKREJ

    નચિકેતા સંસ્કાર ધામ થરાની વિધાર્થીનીઓ દ્વારા રક્ષાબંધન પર્વેની કર્મયોગીઓને રાખડી આશીર્વાદ આપ્યા..

    નચિકેતા સંસ્કાર ધામ થરાની વિધાર્થીનીઓ દ્વારા રક્ષાબંધન પર્વેની કર્મયોગીઓને રાખડી આશીર્વાદ આપ્યા..

નચિકેતા સંસ્કાર ધામ થરાની વિધાર્થીનીઓ દ્વારા રક્ષાબંધન પર્વેની કર્મયોગીઓને રાખડી આશીર્વાદ આપ્યા..

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામાં આવેલ કાંકરેજ પંથક ની સાંસ્કૃતિક અને શૈક્ષણિક સંસ્થા નચિકેતા સંસ્કારધામ ના પ્રમુખ બાબુભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ શિક્ષકો ચેતનભાઈ સુથાર મૈડકોલ, રસિકભાઈ પંચાલ, વિજયભાઈ સુથાર નાણાં ની ઉપસ્થિતિમા ૨૭ મી ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ વિધાર્થીનીઓ દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓએ રેફરલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. ભરતભાઈ ચૌધરી,ડૉ. અશોકભાઈ ગૌસ્વામી સહીત સ્ટાફ પરિવાર,બેંક ઓફ બરોડા,નગર પાલિકા ચિફઓફિસર બાબુભાઈ જોષી સહીત સફાઈ કર્મચારીઓ સહીત થરા નગર જનોની નિઃસ્વાર્થ ભાવે સેવા કરતા કર્મયોગીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.સામાન્ય રીતે તહેવારો પોતાના પરિવાર અને સ્વજનો સાથે ઉજવે છે, ત્યારે નચિકેતા સંસ્કારધામના વિદ્યાર્થીઓએ લોકસેવામાં હંમેશા અગ્રેસર રહેતા કર્મચારીઓને પોતાના પરિવાર ના સભ્ય સમાન સમજી તેમની સાથે આ પવિત્ર પર્વની ઉજવણી કરી હતી.રક્ષાબંધન પર્વની ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં સેવા, સંવેદના, કૃતજ્ઞતા અને સામાજિક જવાબદારીના સંસ્કારો કેળવવાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા કરવામાં આવેલી આ અનોખી પહેલની ઉપસ્થિત કર્મચારીઓ તથા આગેવાનોએ પ્રશંસા કરી હતી.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 22530

Back to top button
error: Content is protected !!