નર્મદા જિલ્લા જેલ સિપાહીએ અન્ય પોલીસ કર્મીને નશાની હાલતમાં ફોર વ્હીલ થી ઉડાવવાનો પ્રયાસ કરતા ફરિયાદ નોંધાઈ
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજપીપલા પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિરભદ્રસિંહ હરેન્દ્રસિંહ રાઠોડે નોંધાવેલ ફરિયાદ મુજબ ફરીયાદી તેના મિત્ર સાહેદ ભાવેશભાઇ રામભાઇ ડાગર ( નોકરી જેલ પોલીસ) સાથે એકટીવા સ્કુટર ઉપર જતા હતા ત્યારે આરોપી વિનોદભાઇ એલ પાંડોર (જીલ્લા જેલ પોલીસ), રાજપીપલાએ એમની મહીન્દ્રા ટીયુવી ૩૦૦ ફોરવ્હીલ ગાડી પુર ઝડપે ચલાવી ફરીયાદીની એકટીવા સ્કુટરને અડફેટમાં લેવા પ્રયતન કરતા અને આ કામના ફરીયાદી કહેવા જતા આરોપી નં.(૧) વિનોદભાઇ એલ. પાંડોર જીલ્લ, જેલ પોલીસ નાઓએ દારૂ પીધેલી હાલતમા ફરીયાદી સાથે ઝપાઝપી કરી છુટા હાથની મારા મારી કરી અને આરોપી નં. (૨) નિરજ ઉપાધ્યય તથા (3) ધર્મેન્દ્રભાઇ પરમાર જેલ પોલીસ ત્રણે રહે જીલ્લા જેલ કવાટર જીતનગર નાઓ દારૂ પિધેલી હાલતમાં ફોવ્હીલ ગાડીમાં માંથી ઉતરી ફરીયાદી તથા સાહેદને પકડી રાખી આરોપી નં.(૧) વિનોદભાઈ પંડોરે માર મારી ગાળો આપી જાનથી મારીનાખવાની ધમકી તેમજ સાહેદ ભાવેશભાઇને ફોર વ્હીલર ગાડી સાથે ઘડી જઇ ઇજાઓ કરતા આ બાબતે રાજપીપલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે