GUJARAT

પી.આઇ કિરણ પાડવી અને શિતલભાઈ ઓએનજીસી વાળાએ વૃક્ષારોપણ કર્યું હતું.

પ્રિતેશ પટેલ વાંસદા

વાત્સલ્યમ્ સમાચાર

વાંસદા ગામનાં પાટાફળીયા ખાતે પી.આઇ કિરણ પાડવી અને શિતલભાઈ ઓએનજીસી વાળાએ વૃક્ષારોપણ કર્યું હતું. જેમાં દેશી-જંગલી રોપાઓનું રોપાણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પી.આઇ કિરણ પાડવીએ જણાવ્યું હતું કે જ્યારે આપણે આકરો ઉનાળો સહન કર્યો છે ત્યારે એ ગરમી કે પર્યાવરણીય વિરોધી પરિબળોને નાથવાનો એક જ ઉપાય છે એ છે વધુમાં વધુ વૃક્ષારોપણ. લોકોએ આ ચોમાસામાં વધુમાં વધુ વૃક્ષો રોપવાનો સંકલ્પ લેવો જોઈએ. આ પ્રસંગે વાંસદા-૨ સીટના તાલુકા પંચાયત સભ્ય ગંગાબેન પટેલ માજી વાંસદા ગ્રામ પંચાયત સભ્ય સુનિલભાઈ કેતનાબેન સ્મિતભાઈ ગૌરવભાઈ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!