અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકાના ભેમાપુર,વસાઈ અને ઉન્ડવાના તળાવો ને સૂઝલામ સુફલામ યોજના હેઠળ તળાવો ભરવાના લાભથી વંચિત
આ વર્ષે ઉનાળો ખૂબ આકરો બન્યો છે જેના કારણે નદી તળાવ કુવા ના તડ સુકાઈ ગયા છે ગત ચોમાસા ની સિઝન માં અરવલ્લી જિલ્લા માં વરસાદ પણ પુરતો પડ્યો નહોતો જેના કારણે જિલ્લા ના અમુક વિસ્તારો માં પાણી ની સમસ્યા વર્તાઈ રહી છે ત્યારે આવા જે વિસ્તારો છે કે જ્યાં તળાવ બોર કુવા ના તડ સુકાઈ ગયા છે ત્યાં સિંચાઈ વિભાગ દ્વારા સૂઝલામ સુફલામ યોજના હેઠળ પાઇપલાઇન દ્વારા નર્મદા ના નીર તળાવ માં નાખી તળાવ ભરવાની યોજના શરૂ કરાઇ છે ત્યારે અરવલ્લી જિલ્લા ના માલપુર અને મેઘરજ તાલુકા ના ગામડાઓ માં તળાવો ભરવાની યોજના નું મુખ્યમંત્રી ના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું જેમાં મેઘરજ તાલુકા ના અમુક ગામો તળાવ ભરવાની યોજના થી વંચિત રહ્યા છે.પાણીનાં અભાવને લઈને ખેડુતોને ઢોર માટે ઘાસચારા વેચાતો લાવવાં મજબુર બન્યા છે.સિંચાઈ વિભાગ ના સૂઝલામ સુફલામ યોજના હેઠળ મેઘરજ તાલુકા ના ભેમાપુર,વસાઈ અને ઉન્ડવા ના તળાવો ને સૂઝલામ સુફલામ યોજના હેઠળ તળાવો ભરવાનો લાભ મળતો નથી આયોજના હેઠળ મેઘરજ તાલુકા ના 6 કિમિ વિસ્તાર ના ગામો ના તળાવો આ યોજના થી વંચિત રહ્યા છે
હાલ ભેમાપુર ગામ ની સ્થિતિ પાણી વગર બહુ વિકટ છે જેથી ગ્રામજનો એ ગામ ના તળાવ માં એકઠા થઇ તળાવ માં બેસી હવન કર્યું હતું અને તળાવો ભરવાની માગ કરી તંત્ર ને જગાડવા પ્રયત્નો કર્યા હતા