વિજાપુર ઇદગાહ ખાતે મુસ્લિમ બિરાદરો એ ઇદુલ અદહા ની નમાજ અદા કરીઇદુલ અદહા તહેવાર નિમિત્તે હિન્દુ મુસ્લિમ સમાજ ના લોકો એ એકાબીજા ને ઈદમુબારક પાઠવી હતી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ઇદગાહ ખાતે મુસ્લીમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઇદુલ અદહા ના પવિત્ર તહેવાર નિમિતે નમાજ પઢીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી . ઇદની નમાજ માટે તાલુકાના આસપાસ ના ગામડાઓમાં વસવાટ કરી રહેલ મુસ્લિમ સમાજ વહેલી સવારે ઈદ્દુલ-અદહાની નમાજ પઢવા આવી પોહચ્યા હતા. નિશાન શરીફ નું ઝુલુસ સવારે સાત કલાકે ગામ ફરી ઈદગાહ ખાતે આવ્યું હતુ ત્યાર બાદ ઇદની નમાજ અદા કરવામાં આવી હતી. નમાજ બાદ યુવાન મિત્રો, વડીલો, બાળકો એ ઈદ ની ખુશાલી માં એકબીજાને ગળે મળી મુબારક બાદ આપી ખુશી વ્યક્ત કરી હતી. ઇદગાહ ટ્રસ્ટી મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ. આ સાથેજ શહેર મા આવેલી કસ્બા મસ્જીદ, કસાઈ વાડા મસ્જીદ ,માં પણ નમાજ અદા કરવા મા આવી હતી .મુસ્લીમ સમાજના લોકોએ ઈદ ની નમાઝ અદા કરી ને શાંતિ પૂર્વક ખુતબો સાંભળ્યો હતો. નમાજ બાદ દેશમાં ,અમન અને શાંતિ ની ,ભાઈચારા ની દુઆ માંગવામા આવી હતી. આ પ્રસંગે હિંદુ ભાઈઓ મુસ્લીમ ભાઈઓને એકબીજાને ઈદ ની મુબારક પાઠવી એકતા અને ભાઈચારા ના દ્રશ્યો ઉભા થયા હતા.