શહેરા મામલતદાર દ્વારા ખાણી પીણીની દુકાનોમાં ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરનું ચેકીંગ હાથ ધરાયું
શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા મામલતદાર અને તેમની ટીમ દ્વારા શહેરા નગરમાં આવેલ ખાણી પીણીની દુકાનોમાં ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરનું ચેકીંગ હાથ ધરાયું હતું,જેમાં 10 જેટલી ખાણી પીણીની દુકાનોમાંથી 32 જેટલા ડોમેસ્ટિક અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળી આવતા સિઝ કરાયા હતા. સિઝ કરાયેલો તમામ સિલિન્ડર સપના ગેસ એજન્સીમાં મુકી કાર્યવાહી હાથ ધરાઈ હતી.
પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણા એ શહેરા નગરમાં આવેલી ખાણી પીણી દુકાનોમાં ઘર વપરાશમાં ઉપયોગમાં લેવામાં આવતા ગેસ સિલિન્ડર કોમર્શિયલ તરીકે ઉપયોગમાં લેવાતા હોવાને લઈને તેની તપાસ કરવા માટે શહેરા મામલતદાર ધર્મેન્દ્ર પટેલને સૂચના આપવામાં આવી હતી,જેથી જિલ્લા પુરવઠા અધિકારીની સૂચના મુજબ શહેરા મામલતદાર ધર્મેન્દ્ર પટેલ અને સર્કલ ઓફિસર સહિત તેમની ટીમ દ્વારા શહેરા નગરમાં આવેલ ફરસાણની હોટલો અને ખાણી પીણીની દુકાનોમાં ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરનું ચેકિંગ હાથ ધરાયું હતું,જેમાં ભાવનગરી ફરસાણ, મહાલક્ષ્મી ફરસાણ,અલીફ રેસ્ટોરન્ટ, અમદાવાદી ફ્રાય, ક્રિષ્ના હોટલ, સાંઈ નાસ્તા હાઉસ, બાલાજી સ્વિટ્સ ફરસાણ જેવી ખાણી પીણીની 10 અલગ અલગ જગ્યાએ મામલતદારની ટીમની ચેકીંગ હાથ ધરાયું હતું,મામલતદારની ટીમની ચેકીંગ દરમ્યાન ડોમેસ્ટિક અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર ગેરકાયદેસર રીતે ઉપયોગમાં લેવાતા હોવાનું સામે આવ્યું હતું,જેને લઈને 23 જેટલા ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર અને 9 કોમર્શિયલ ગેસ સિલિન્ડર જપ્ત કરી સિઝ કરાયા હતા,ત્યારબાદ જપ્ત કરાયેલ 32 ગેસ સિલિન્ડર શહેરા માર્કેટિંગ સામે સ્થિત સપના ગેસ એજન્સીમાં મુકવામાં આવ્યા હતા.અને આ બાબતે ખાણી પીણીના દુકાનદારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.