શ્રી રવેલ નવા પ્રા.શાળાની વિધાર્થીની માહી પ્રજાપતિએ SGFIમાં બેવડી સિદ્ધિ મેળવી,,, શાળા પરિવાર તથા પ્રજાપતિ સમાજનું ગૌરવ વધાર્યું…
શ્રી રવેલ નવા પ્રા.શાળાની વિધાર્થીની માહી પ્રજાપતિએ SGFIમાં બેવડી સિદ્ધિ મેળવી,,, શાળા પરિવાર તથા પ્રજાપતિ સમાજનું ગૌરવ વધાર્યું...

શ્રી રવેલ નવા પ્રા.શાળાની વિધાર્થીની માહી પ્રજાપતિએ SGFIમાં બેવડી સિદ્ધિ મેળવી,,, શાળા પરિવાર તથા પ્રજાપતિ સમાજનું ગૌરવ વધાર્યું…
દીઓદર તાલુકાના શ્રી રવેલ નવા પ્રા.શાળામા ધો.- ૭ ની વિદ્યાર્થીની માહી અશોકભાઈ બાબુભાઈ પ્રજાપતિએ SGFI રમતોત્સવમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા,ગામ તેમજ સમગ્ર પ્રજાપતિ સમાજનું ગૌરવ વધાર્યું છે.SGFI રમતોત્સવ અંતર્ગત યોજાયેલી U-14 કક્ષા lની એથ્લેટિક્સ સ્પર્ધામાં માહી એ ૧૦૦ મીટર દોડમાં પ્રથમ સ્થાન મેળવી શાનદાર સફળતા પ્રાપ્ત કરી છે.આ ઉપરાંત લાંબી કૂદમાં પણ પ્રથમ નંબર મેળવી પોતાની રમત પ્રતિભાનો પરચો આપ્યો છે.જિલ્લા કક્ષાની સ્પર્ધામાં બે અલગ-અલગ ઈવેન્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યા બાદ હવે માહી પ્રજાપતિ રાજ્ય કક્ષાએ વાવ- થરાદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.એકજ સ્પર્ધામાં ૧૦૦ મીટર દોડ અને લાંબી કૂદ જેવી બંને ઈવેન્ટમાં પ્રથમ સ્થાન મેળવવું માહીની મહેનત,સંકલ્પ અને રમત પ્રત્યે ના સમર્પણનું પરિણામ છે. માહીની સફળતા પાછળ શાળાના આચાર્ય અંજનાબા રાઠોડ સહીત સમગ્ર શાળા પરિવારની મહેનત,માર્ગદર્શન અને પ્રોત્સાહનનો મહત્વનો ફાળો રહ્યો છે.શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ ની સાથે રમતગમત ક્ષેત્રે પણ આગળ વધવા માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેના પરિણામે માહી ને આ ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.આ સિદ્ધિથી શ્રી રવેલ નવા પ્રા.શાળા,ગામ અને પ્રજાપતિ સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે.કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ થરા, ઉપ પ્રમુખ રાંમશીભાઈ રવેલ,મંત્રી વાલાભાઈ રાજપુર,સહમંત્રી રમેશભાઈ લુદ્રા, સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત, કાંકરેજ ના મહામંત્રી રસિકભાઈ રાજપુર, પરિવાર જનો,શિક્ષકો,ગ્રામજનો અને સમાજના આગેવાનો દ્વારા માહીને અભિનંદનની વર્ષા વર્ષાવી રહ્યા છે.આ સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.મહેનત, હિંમત અને સતત પ્રયત્નો દ્વારા રમતગમત ક્ષેત્રે આગળ વધી શકાય છે તેનો દાખલો માહી એ બેસાડ્યો છે.રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પણ માહી પ્રજાપતિ શ્રેષ્ઠ પ્રદર્શન કરી વાવ-થરાદ જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ સાથે હરેશભાઈ ટી.પ્રજાપતિ રવેલવાળાએ જણાવ્યું છે.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530




