BANASKANTHAGUJARATKANKREJ

    શ્રી વઢીયાર પ્રજાપતિ યુવા મંડળ ડીસા દ્વારા સાતમો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજયો..

    શ્રી વઢીયાર પ્રજાપતિ યુવા મંડળ ડીસા દ્વારા સાતમો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજયો..

શ્રી વઢીયાર પ્રજાપતિ યુવા મંડળ ડીસા દ્વારા સાતમો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજયો..

બટાકા નગરી તરીકે જગ વિખ્યાત ડીસામાં ઠક્કર સમાજની વાડી ખાતે ૩૦ મી ઓગસ્ટ ૨૦૨૬ના રોજ પ્રજાપતિ સમાજના બાળકો પ્રોત્સાહિત થાય તેમજ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે એવા ઉમદા ઉદ્દેશથી પ્રજાપતિ સમાજના વિધાર્થીઓનો સાત મો સરસ્વતી સન્માન તેમજ ચોપડા વિતરણ કાર્યક્રમ શ્રી વઢીયાર પ્રજાપતિ યુવા મંડળ દ્વારા સમારંભના ભોજનદાતા નીતિનભાઈ ધનજીભાઈ લોલાડા હાલ- ડીસાનાઅધ્યક્ષ સ્થાને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઈડરસિનિયર લેક્ચર ડૉ.નિષાદભાઈ ઓઝા, શિક્ષણવિદ હરજીભાઈ અંબારામભાઈ નાણાં,લવારા પે કેન્દ્ર શાળાના શિક્ષક રમેશભાઈ અંબારામભાઈ (શિલ્પી-બુરેઠા),શ્રી આઠ પરગણા વઢીયાર પ્રજાપતિ છાત્રાલય રાધનપુરના પ્રમુખ નટુભાઈ કાંતિભાઈ સિનાડ, વૃંદાવન પ્રાથમિક શાળા બંધવડ ના આચાર્ય ડી.ડી. પ્રજાપતિ, ખારીયા પે કેન્દ્ર શાળાના આચાર્ય પ્રહલાદભાઈ ભોજાભાઈ ઊણના અતિથિ વિશેષપદે કાંકરેજ તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી કિશોરભાઈ પ્રજાપતિ માંડલા સહીત શ્રી આઠ પરગણાના પ્રમુખો, વિવિધ મંડળોના પ્રમુખોની ઉપસ્થિતિમા વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ તેમજ ચોપડા વિતરણ કરવામાં આવેલ. ઉપસ્થિત મહેમાનો,દાતાઓ તથા એક પુત્રને કિડની અર્પણ કરનાર માતા શારદાબેન મુળજીભાઈનું શાલ ઓઢાડી મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગીક પ્રવચન કરતા જણાવ્યું હતું કે બાળકોને શિક્ષણ સાથે માતા પિતાએ સંસ્કારનું સિંચન કરવાનું અને સમાજની દીકરીઓને આંતર જ્ઞાતિમાં લગ્ન ના કરવાનું તેમજ સમાજની ઉત્પત્તિ અને પ્રજાપતિ સમાજ દક્ષ પ્રજાપતિનો વસંજ છે તે બાબતે સમાજને માહિતગાર કર્યો હતો.આ પ્રસંગે અનેક દાતાઓએ દાન આપેલ જેમાં જમણવારના દાતા નીતિનભાઈ ધનજીભાઈ લોલાડાવાળા,કે.જી.માં અભ્યાસ કરતા તમામ બાળકોના ઈનામના દાતા પ્રજાપતિ મુળજીભાઈ કાળાભાઈ વાલપુરાવાળા (આજીવન દાતા), ધો.૧ થી ૪ સુધીના પ્રથમ દ્વિતિય તૃતિય નંબર મેળવનાર બાળકોના ઈનામના દાતા મુળજીભાઈ રણછોડભાઈ વરાણાવાળા (આજીવન દાતા), ધો.૧ થી ૪ માં અભ્યાસ કરતાં બાળકોના આશ્વાસન ઈનામના દાતા લલિતભાઈ દેવાભાઈ ચલવાડાવાળા,ધો.૫ થી ૮ માં અભ્યાસ કરતાં ૧,૨,૩ નંબર મેળવનાર બાળકોના ઈનામના દાતા મનુભાઈ બબાભાઈ ગોધાણાવાળા,ધો.૫ થી ૮ માં અભ્યાસ કરતાં બાળકોના આશ્વાસન ઈનામના દાતા રમેશભાઈ દેવરામભાઈ રાધનપુરવાળા,ધો.૯ / ૧૦ માં અભ્યાસ કરતા બાળકોના ઈનામના દાતા રતિલાલ નરસુંગભાઈ,ધો.૧૧ /૧૨ માં અભ્યાસ કરતા તમામ બાળકોના ઈનામના દાતા પ્રજાપતિ દશરથભાઈ રામજીભાઈ,ધો.૧૨ પછીના અભ્યાસ કરતાં તમામ બાળકોના ઈનામના દાતા વિનોદભાઈ ઉમેદભાઈ અણદપુરાવાળા, છાશના દાતા બળવંતભાઈ જેમાભાઈ વાલપુરાવાળા, ચા-મીનરલ વોટરના દાતા દેવચંદભાઈ સોમાભાઈ વાલપુરાવાળા, રસોઈ બનાવી આપનાર દાતા પુનાભાઈ વાલાભાઈ વાલપુરા વાળા, પત્રિકાના દાતા ઉદાભાઈ રામચંદભાઈ ઈસરવાવાળા સહીત અનેક દાતાઓએ રોકડ અનુદાન આપી સેવાનો લાભ લીધો હતો.આ પ્રસંગે કાંકરેજ તાલુકા પ્રેસરિપોર્ટર નટવર કે. પ્રજાપતિ થરા,મીડિયાકર્મી નાગજીભાઈ પ્રજાપતિ વાલપુરા સહિત વિશાળ સંખ્યામાં પ્રજાપતિ સમાજ ઉપસ્થિત રહેલ.ડીસા ખાતે રહેતા પ્રજાપતિ સમાજ ને એકત્રિત કરી કાર્યક્રમને સફળ બનાવવા શ્રી વઢીયાર પ્રજાપતિ યુવા મંડળ ડીસાના મેહુલકુમાર એમ.પ્રજાપતિ, વિજયકુમાર એમ.પ્રજાપતિ,શૈલેશકુમાર ડી. પ્રજાપતિ, નેહાલકુમાર એન. ઓઝા, સુનિલકુમાર એ. પ્રજાપતિ, ભાવિક એચ. પ્રજાપતિ સહિતની ટીમે અથાગ મહેનત કરી હતી. કાર્યક્રમ નું સફળ સંચાલન મેહુલકુમાર મુળજીભાઈ પ્રજાપતિ એ કરેલ.આભાર વિધિ મુળજીભાઈ પ્રજાપતિ વાલપુરાવાળાએ કરેલ.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!