તા.૨૬.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલીની શ્રી શ્રધ્ધા વિદ્યાલય ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી
સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલી ખાતે ૭૬ માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વાલી શ્રી ગુડાલા રફિકભાઈ દ્વારા ધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી. શાળાના આચાર્ય દિલીપકુમાર મકવાણાએ ભારતના બંધારણ અને ફરજો વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી સાથે સાથે દેશના નેતાઓ અને સૈનિકોને યાદ કરીને વંદન કરવામાં આવ્યા હતા. શાળાનું કેમ્પસ વંદે માતરમ્, ભારત માતા કી જય, ગાંધીજી બાપુ ના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું.