સમી તાલુકાના વેડ ખાતે વડેચા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી ચામુંડા માતાજીની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ..
સમી તાલુકાના વેડ ખાતે વડેચા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી ચામુંડા માતાજીની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ..

સમી તાલુકાના વેડ ખાતે વડેચા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી ચામુંડા માતાજીની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ..
સમી તાલુકાના વેડ ખાતે ગામનો વસવાટ થયો ત્યારથી વડેચા પરિવાર પ્રજાપતિ સમાજના કૂળદેવીશ્રી ચામુંડા માતાજીની નાની દેરી બનાવી સ્થાપના કરવામા આવેલ.વખત જતા નાનું મઢ બનાવેલ નાના મઢ માંથી પરિવારના સહયોગ થી તાજેતરમાં મંદિર બનાવી કુળદેવીશ્રી ચામુંડા માતાજીની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા સંવત ૨૦૮૨ ના જેઠવદ પાંચમને રવિવાર ૫ મી જુલાઈ ૨૦૨૬ના રોજ મહેમાન સોમાભાઈ જેઠાભાઈ બાસ્પા હાલ-થરા, કાળુભાઈ નાથાભાઈ ની ઉપસ્થિતિમાં ફોટો પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ.ધવલભાઈ કનુભાઈ રાધનપુર ના મુખ્ય યજમાનપદે શાસ્ત્રી મહેશભાઈ જોષી (રાફુ) ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે યજ્ઞ બાદ કાંતિભાઈ શિવલાલભાઈ ના હસ્તે ફોટો પ્રતિષ્ઠા કરવામાં આવેલ અને પ્રાર્થ હાર્દિકભાઈ બાબુભાઈ પાટણના વરદ હસ્તે બપોરે ૧૨.૩૯ કલાકે સંખનાદ સાથે ધજા રોહણ કરવામાં આવેલ.ફોટોના દાતા નો લાભ નરસિંહભાઈ સુખાભાઈ (અનવરપુરા)એ લીધો હતો. બળદેવભાઈ બચુભાઈ અમદાવાદ ના હસ્તે આરતી ઉતારી ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન મુળજીભાઈ લક્ષ્મણભાઈ (રાફુ) એ કરેલ ત્યારે શંકરભાઈ રઘુભાઈ અનવરપુરા,કાંતિભાઈ કાળુભાઈ ઝુંડ બદરગંજ, અમૃતભાઈ શિવલાલભાઈ ભાભર,ધવલભાઈ કનુભાઈ રાધનપુર, રામાભાઈ પોરાણા સહીત ગોવાભાઈ કરશનભાઈ (વેડ) પરિવાર હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કોઈને અગવડતા ના પદે તેના માટે જગદીશભાઈ કાંતિભાઈ પ્રજાપતિ (ભાણો) એ સંપૂર્ણ કાળજી રાખી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530




