ઓગડ તાલુકાના થરા ખાતે શ્રી રામજી મંદિરે ઉત્તરકાંડનું ભવ્ય આયોજન કરાયું..
ઠક્કર દિનેશભાઈ કાંતિભાઈ સહીત રાધેશ્યામ મંડપ પરિવાર દ્વારા પ્રથમ જેઠ સુદ તેરસ ને શુક્રવાર ૨૯ મી મે ૨૦૨૬ ના રોજ થરા જુના ગામ તળમાં આવેલ શ્રી રામજી મંદિરે

ઓગડ તાલુકાના થરા ખાતે શ્રી રામજી મંદિરે ઉત્તરકાંડનું ભવ્ય આયોજન કરાયું..
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે જુના ગામતળમાં આવેલ શ્રી રામજી મંદિરે સ્વ. હરિભાઈ ઠક્કર ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઉત્તરકાંડ નું ભવ્ય આયોજન કરાયું.સ્વ.કાંતિભાઈ ડામરભાઈ ઠક્કર વારે તહેવારે નવરાત્રી કે પછી થરા નગર ના મંદિરોમા પ્રતિષ્ઠાના તિથિ ઉત્સવ હોય કે પછી ફાળો કે દાનની વાત હોય તો હંમેશા અગ્રેસર રહેતા હતા.તેમના પગલે તેમનો પરિવાર પણ ધાર્મિક કાર્યો કરતા રહે છે.તેમના મોટા દીકરા હરિભાઈ ઠક્કર સતકીર્તન કરતા કરતા સંવત ૨૦૮૧ ના જેઠસુદ તેરસ ને સોમવાર તા.૦૯/૦૬/૨૦૨૫ ના રોજ વૈકુંઠવાસી થયેલ તેમની શ્રધાંજલિ અર્પણ કરવા નાના ભાઈ ઠક્કર દિનેશભાઈ કાંતિભાઈ સહીત રાધેશ્યામ મંડપ પરિવાર દ્વારા પ્રથમ જેઠ સુદ તેરસ ને શુક્રવાર ૨૯ મી મે ૨૦૨૬ ના રોજ થરા જુના ગામ તળમાં આવેલ શ્રી રામજી મંદિરે જય નારાયણ સાઉન્ડ ના સથવારે વોકટોપેડ માસ્ટર ટિનુભા ખારિયા,બેન્જો વાદક રજનીશભાઈ બારોટ તબલા વાદક રવિ જોષીના તબલાના તાલે ઉત્તરકાંડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નિવૃત શિક્ષક બળદેવભાઈ જોષી,વહેપારી અગ્રણી ફરશુભાઈ ઠક્કર,ઘી ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિ વહેપારી એશોસીએશન,થરાના પ્રમુખ પ્રવીણભાઈ ઠક્કર (સાગર), કાંતિભાઈ પ્રજાપતિ જય ભગવન,દિનેશભાઈ સોની, રાજુભાઈ સોની,અંકુરભાઈ ઠક્કર (LIC), અલ્પેશભાઈ પ્રજાપતિ, રમેશભાઈ દરજી, મેહુલભાઈ ઠક્કર સહીત તાણા-થરા નગર માંથી વિશાળ સંખ્યામાં સગાસ્નેહી જનો ઉત્તરકાંડમા પધારી સ્વ. હરિભાઈ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી બપોરે ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530




