BHARUCHGUJARATJHAGADIYA

ઝગડિયાના રાજપારડીમાં રખડતા પશુઓનો સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર અડિંગો 

ઝગડિયાના રાજપારડીમાં રખડતા પશુઓનો સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર અડિંગો

: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 32;zeissColor: bright;

 

 

સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર વચ્ચે અડિંગો જમાવી બેસતા પશુઓથી વાહન ચાલકોને અકસ્માતનો ભય

 

 

ઝગડિયા તાલુકાના રાજપારડી નગરની મધ્યમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મહત્વનો ધોરીમાર્ગ પસાર થાયછે આ માર્ગ પર જ રખડતા પશુઓ અડિંગો જમાવી બેસી જતા હોવાથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યોછે રાજપારડી નગરની મધ્યમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મહત્વનો ધોરીમાર્ગ પસાર થાયછે આ માર્ગ પરથી ચોવીસ કલાક વાહનો પસાર થતા હોઈછે ભૂતકાળમાં કેટલીય વખત પશુઓ આકસ્મિક માર્ગ પર આવી ચડતા નાના મોટા અકસ્માતના બનાવો બન્યાછે વીતેલા સપ્તાહ દરમિયાન રાજપારડી ચાર રસ્તા નજીક બે આંખલા યુદ્ધે ચડતા કેટલાય વાહનોમાં નુકશાન પહોંચ્યું હતું અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો રાજપારડી તરફથી ઉમલ્લા તરફ જતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર કાયમ રખડતા પશુઓ માર્ગની વચ્ચોવચ બેસી રેહતા હોઇ વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યોછે તંત્ર તાકીદે રખડતા પશુઓને માર્ગ પર અડિંગો ના જમાવે તે બાબતે વાહન ચાલકોના હિતમાં આગળ આવે તે જરૂરી બન્યુંછે

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!