

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં થોડાક દિવસ પૂર્વે ધોધમાર સ્વરૂપેનો વરસાદ પડતા ઠેરઠેર ખાનાખરાબી સર્જાઈ હતી.જેમાં વઘઇ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે અનેક ગામોમાં જંગી નુકસાન થયુ હતુ.હાલમાં ડાંગ જિલ્લામાં બે ત્રણ દિવસથી વરસાદની ધાર ધીમી પડતા જનજીવને રાહત મેળવી છે.ગુરુવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા અને વઘઇ પંથકનાં ગામડાઓમાં મધ્યમ વરસાદ નોંધાયો હતો.જ્યારે સુબિર પંથકનાં ગામડાઓમાં ઝરમરીયો વરસાદ નોંધાયો હતો.ડાંગ જિલ્લામાં વરસાદની ધાર ધીમી પડતા પ્રકૃતિ સહીત નદી નાળા અને નાના મોટા જળધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યા હતા.ડાંગ જિલ્લામાં મધ્યમ વરસાદી માહોલમાં વઘઇનો ગીરાધોધ અને ગીરમાળનો ગીરાધોધ સૌંદર્યનાં સરતાજની સાથે ખીલી ઉઠ્યા હતા.ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલની વચ્ચે ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા ફરવા આવેલ પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો.ડાંગ જિલ્લાનાં ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સુબિર પંથકમાં 10 મિમી,સાપુતારા પંથકમાં 23 મિમી,આહવા પંથકમાં 29 મિમી અર્થાત 1.16 ઈંચ, જ્યારે સૌથી વધુ વઘઇ પંથકમાં 37 મિમી અર્થાત 1.48 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો..
સેગવા ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની કેનાલની ફરી એક યુવાન ડૂબી જવાની ઘટના
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન, #MMC4WOMEN
MORBI:મોરબીમાં ચકચારી જમીન દલાલની હત્યા કેસમાં પાંચ આરોપી ઝડપાયા
Follow Us