આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે પોષણ માસ મનાવવામાં આવ્યો.

23 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે પોષણ માસ મનાવવામાં આવ્યો.શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવી. જેમાં શિક્ષિકા શ્રીમતી વર્ષાબેન ચૌધરી ના માર્ગદર્શન નીચે વિદ્યાર્થીઓએ પોષણયુક્ત આહારના વિવિધ ચાર્ટ તથા પ્રોટીન, મેગ્નેશિયમ, લોહતત્વ, કેલ્શિયમ વગેરે પોષણયુક્ત તત્વો પુરા પાડતી વાનગીઓ જેવી કે કઠોળ, લીલા શાકભાજી, બાજરી વગેરેમાંથી વિવિધ વાનગીઓ બનાવી વિદ્યાર્થીઓએ પ્રદર્શનમાં મુકી અન્ય વિદ્યાર્થીઓને જંકફૂડ જેવા આહારો છોડી નેચરલી પોષણયુક્ત આહાર લેવા માટે પ્રેરણા પુરી પાડી હતી.આ પોષણ માસ પ્રદર્શનને નિહાળી કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, મંત્રીશ્રી જે.ડી.ચૌધરી, શિક્ષણ સમિતિના પ્રમુખશ્રી ડૉ. સુરેશભાઈ ચૌધરી, શિક્ષણ સમિતિના સભ્યશ્રી ખુમજીભાઈ ચૌધરી, આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી તથા સ્ટાફમિત્રોએ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.





