JUNAGADHMENDARDA

વનવિભાગ ના ત્રાસથી ગીર ના માલધારીઓ એ આમરણાંત ઉપવાસ ઉપર બેસવા માટે વહીવટી તંત્ર ની માંગી મંજૂરી

વનવિભાગ ના ત્રાસથી ગીર ના માલધારીઓ એ આમરણાંત ઉપવાસ ઉપર બેસવા માટે વહીવટી તંત્ર ની માંગી મંજૂરી

ગીર ના નેસ ના માલધારીઓ એ વનવિભાગ ની જોહુકમી અને માલધારીઓ ના પડતર પ્રશ્નો નું કોઈજ નિરાકરણ ન આવતા આગામી 1/4/24 ના રોજ સાસણ મુકામે આમરણાંત ઉપવાસ ઉપર બેસવા માટે વહીવટી તંત્ર ની મંજૂરી માંગી છે.ગીર ના નેસ ના 28 માલધારીઓ એ આમરણાંત ઉપવાસ ઉપર બેસવા માટે જૂનાગઢ કલેકટર શ્રી,મેંદરડા પ્રાંત અધિકારી શ્રી અને મામલતદાર શ્રી ની મંજૂરી માંગી છે.અગાઉ તા.15/3/24 ના રોજ વનવિભાગ ના ઉચ્ચ અધિકારીઓને જૂનાગઢ ખાતે પોતાની માંગણીઓ સંતોષવા અને પડતર પ્રશ્નો ના નિરાકરણ બાબતે આવેદનપત્ર આપેલ હતું પરંતુ આ બાબતે વનવિભાગ દ્વારા કોઈ હકારાત્મક નિરાકરણ ન લવાતા ગીર ના 28 માલધારીઓ એ આમરણાંત ઉપવાસ ઉપર બેસવા માટે મંજૂરી માંગેલ છે.અને જો આ માલધારીઓ ને આમરણાંત ઉપવાસ પર બેસવાની પરમિશન વહીવટી તંત્ર દ્વારા નહિ આપવામાં આવે તો આગામી તારીખ 2/4/24 ના રોજ ગીર ના નેસ ના તમામ માલધારીઓ પોતાના પરિવારજનો સાથે જૂનાગઢ કલેકટર કચેરી ના પટાંગણ માં આમરણાંત ઉપવાસ ઉતરી જવાની ચીમકી આપેલ છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!