GUJARATMEHSANAMEHSANA CITY / TALUKO

Mehsana : વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૨૪ સમિટના જિલ્લા કક્ષાનો પ્રારંભ મહેસાણાથી કરાયો

ક્રેડિટ -લીંકેજ અને એક્સપોર્ટ સેમિનાર અંતર્ગત ૧૪ વક્તાઓનો લાભ શ્રોતાઓએ લીધો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૨૪ સમિટના જિલ્લા કક્ષાનો પ્રારંભ મહેસાણાથી કરવામાં આવ્યો હતો.વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મહેસાણામાં જીઆઇડીસી ખાતે વિવિધ ક્ષેત્રના ૧૪ વકતાઓએ તેમના વક્તવ્ય અને નોલેજનો લાભ શ્રોતાઓ લીધો હતો. ઔદ્યોગિક પાર્ક બાબતે મેસ્કોટ ઈન્ફ્રાસ્ટ્રકચર ગુજરાત મહેસાણાના મેનેજિંગ ડિરેક્ટર સંજયભાઈ પટેલે પોતાના અનુભવ રજૂ કરતા જણાવ્યું હતું કે, નામાંકિત ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા સૌ વાઇબ્રન્ટ ગુજરાતથી પ્રભાવિત છે. તેઓએ કહ્યું હતું કે ,ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ની સરકારની પોલિસી હેઠળ 25% સબસીડી મળવા પાત્ર છે. વાઇબ્રન્ટ ગુજરાતના કારણે આ બધું શક્ય બન્યું છે .જેના કારણે સ્થાનિકોની રોજગારીમાં વધારો થયો છે. વાઇબ્રન્ટ ગુજરાત ગુજરાત માટે ઘરેણાં સમાન છે. સાચા અર્થમાં વાઇબ્રન્ટ ગુજરાત ધબકતું ગુજરાત છે એમએસએમઈ એકમો માટે ગુજરાત વેન્ચર ફંડ લિમિટેડ ઓર્ગેનાઈઝેશનના જનરલ ના ડાયરેક્ટર જય પ્રકાશે એક્સપર્ટ પ્રમોશન માટે વિગતો આપતા જણાવ્યું હતું કે, ભારતે ગત વર્ષે એક્સપોર્ટ માં ૭૭૦ બિલિયન નિકાસ કરેલ છે. કોવીડ સમય દરમિયાન દુનિયામાં૧૨૬ બિલિયન નિકાસ થઈ હતી અને ગુજરાત રાજ્ય દેશમાં પાંચમું છે. એન્જિનિયરિંગ સેક્ટરમાં મહેસાણા અગ્રેસર છે એગ્રો કલ્ચરમાં અને મસાલામાં પણ મહેસાણા મુખ્ય છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના મુકેશભાઈ ચૌધરી તેમજ ભારતીય રેલના સંજીવ સક્સેનાએ ભારતમાલા રોડ ડીસ્ટ્રીક કનેક્ટિવિટી અને રેલવે માટે પ્રવચન આપતા જણાવ્યું હતું કે, ૨૧૩3 કિલોમીટર લાંબો થરાદ થી અમદાવાદ નેશનલ હાઇવે માં ૪૩ કિલોમીટર મહેસાણા જિલ્લો સંકળાયેલો છે. જેનાથી તેના વેપાર ઉદ્યોગોને તેમજ રોજગારીને ઘણું ઉપયોગી થવા પાત્ર છે. સેમિનારમાં જય જોષીએ આઈ-હબ વિશે જણાવતા કહયુ કે , રાજ્યનું સૌથી મોટું એપી સે ન્ટર અમદાવાદ પાસે બની રહ્યું છે . ૨૦૧૬માં સ્ટાર્ટ અપ ઇન્ડિયા શરૂ થઈ આજે ૧૩૧બિલિયન ડોલરનું નિકાસ થયું છે. રુ. ૯.૦૩ કરોડની રોજગારી સ્ટાર્ટ અપ ઊભી કરી શક્યું છે. ભારતમાં અમદાવાદ ગુજરાતનું એપી સેન્ટર છે. આઈ-હબ વિશે જય જોષી એ જણાવ્યું હતું કે મેન્ટરશીપ ,સપોર્ટ મિકેનિઝમ, ઇન્વેસ્ટમેન્ટ અને સ્ટ્રેટેજીકલ સપોર્ટ મિકેનિઝમમાં મહત્વપૂર્ણ છે.
અમદાવાદમાં ૩૭૯૩ ગ્લાન્સમાં મહેસાણા ૧૫૫ માં સ્થાને છે. ઇનોવેશન એન્ડ સ્ટાર્ટ અપ વેલ્યુ ક્રિએશન માટે મિલાપ ભાઈ જાડેજાએ જણાવ્યું હતું કે , “મારે શું નથી કરવું એ લિસ્ટ બનાવી સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું. હાલ સરકારની નીતિ સરસ છે. સરકારની ઉત્પાદક નીતિ અન્વયે આંત્ર્પ્રિ ન્યોરે નોકરી કરતા હોય તેની સાથે રોજગારી પણ ઉત્પન્ન કરી શકે છે. સ્ટાર્ટઅપ કેમ જરૂરી છે તેમાં ઇનોવેશન મહત્વપૂર્ણ છે ગણપતિ યુનિવર્સિટીના પ્રોફેસર અચ્યુતભાઈ ત્રિવેદીએ એટીટ્યુડ મેન્યુફેક્ચરિંગ બાબતે ગ્રાફિકલ સમજણ આપી હતી તેમજ ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લસમાં રજીસ્ટ્રેશન માટે નિલેશભાઈ પંચાલે જી માર્કેટની સમજણ પૂરી પાડી હતી .ક્રેડિટ લીંક ફાઇનાન્સ બાબતે તેમજ નાબાર્ડ સ્કીમ અને નાબાર્ડ માટે મહેસાણા ડિવિઝનના રાહુલ પાટીલે વિગતો પૂરી પાડી હતી. મહેસાણા ડિવિઝનના જોઈન્ટ ડાયરેક્ટર ઓફ હોર્ટિકલ્ચર ફાલ્ગુનભાઈ મોઢે બાગાયતી પાકો અને તેના મૂલ્ય વર્ધનની શક્યતા વિશે વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે,” યુવાનો ખેતીમાં સ્ટાર્ટઅપ કરીને પોતે તેમજ ખેડૂતો માટે આર્થિક રીતે સધ્ધર થવાના અવકાશો ભરપૂર છે તેને ઉપયોગ કરે. જ્યારે પોટેન્શિયલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ઇન ફૂડ પ્રોસેસિંગ માટે હરેશભાઈ કરમચંદાણીએ જણાવ્યું હતું કે,” ભારત વિશ્વના ગ્રોથ એન્જિન તરીકે વિકસી રહ્યું છે ૨૦૪૭ માં ભારત વિકસિત ભારત બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈએ ફૂડ પ્રોસેસિંગ ને મહત્વનું ગણ્યું છે. ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ છે તેમાં સૌથી વધુ વિકાસને અવકાશ છે .સારી વાત એ છે કે તેમાં ખેડૂતોનો પણ વિકાસ છે અને ઉદ્યોગોમાં યુવાનોને રોજગારીની તકો મળી રહે છે.

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!