JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ જિલ્લાના ૧૩૩૫ મતદાન મથકોએ તા. ૨૮ ના રોજ  Know  Your Polling Station અભિયાન  યોજાશે

   મહિલા મતદારો સાથે સંવાદ,ચુનાવ પાઠશાલા, મતદાર જાગૃતિ સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે

જૂનાગઢ તા.૨૭ આગામી તારીખ ૭ મેના રોજ મતદાન યોજાનાર છે. મતદાનના દિવસે મતદારોને  સુગમતા મળી રહે  તેમજ તેમને કોઈ અગવડ ન પડે એ માટે ચૂંટણીપંચ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. જે મુજબ જૂનાગઢ જિલ્લાના ૧૩૩૫ મતદાન મથકોએ તા.૨૮ના રોજ  Know Your Polling Station અભિયાન યોજાશે.

આ કેમ્પેઇન અન્વયે મતદાન મથકોએ  ચુનાવ પાઠશાળા,મતદાર જાગૃતિ કાર્યક્રમ, બીએલઓ દ્વારા મતદાન મથકની ભૌતિક સુવિધાઓની તપાસણી, મતદાન મથકોની સાફ સફાઈ સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

જૂનાગઢ જિલ્લા   ચૂંટણી તંત્ર દ્વારા મતદાતાઓને મતદાનના દિવસે કોઈ પ્રકારની મુશ્કેલી ન   પડે તેવી  દરેક બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ખાસ કરીને કેટલીક વાર મતદાન મથકનું સ્થળ ખબર ન હોવાના કારણે, મતદાન માટેના આવશ્યક દસ્તાવેજ વિશે, મતદારો ઘણી વખત મૂંઝવણ અનુભવતા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ચૂંટણી તંત્ર દ્વારા તા૨૮ એપ્રિલના રોજ નો Know Your Polling Station અભિયાનનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અન્વયે સવારથી જૂનાગઢ જિલ્લાના તમામ મતદાન મથક પર બુથ લેવલ ઓફિસર ઉપસ્થિત રહેશે. અને મતદારોને મતદાન મથકે પ્રાપ્ય સુવિધા –  વ્યવસ્થા વિશે માહિતગાર કરશે. આ અભિયાનની સાથે ચુનાવ પાઠશાળાનું પણ આયોજન કરવામાં આવશે. ઉપરાંત ગ્રામજનોને બુથ પર લાવી નિદર્શન કરાવશે. જ્યારે આંગણવાડી તેમજ આશા વર્કર  દ્વારા મહિલા મતદારો સાથે સંવાદ, આ અભિયાનમાં  આંગણવાડી વર્કરો, આશા વર્કર બહેનો, તલાટીકમ મંત્રી શ્રી સહિતના જોડાશે.

આ તકે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ રાણાવસિયાએ  જિલ્લાના  તમામ મતદારોને આ કેમ્પેઈનમાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!