DEDIAPADAGUJARATNARMADA

સૌવથી વધુ ભ્રસ્ટાચાર આદિવાસી વિસ્તારો માં થાય છે : ડેડીયાપાડા ધારાસભ્ય ચેતર વસાવા 

સૌવથી વધુ ભ્રસ્ટાચાર આદિવાસી વિસ્તારો માં થાય છે : ડેડીયાપાડા ધારાસભ્ય ચેતર વસાવા

તાહિર મેમણ : ડેડીયાપાડા – 02/02/2024 – આજે ગુજરાત સરકારે બજેટ રજૂ કર્યું હતું. આ અવસર પર આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા અને જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દ્વારા ચૂંટણીલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નમો લક્ષ્મી યોજના, નમો શ્રી યોજના અને નમો સરસ્વતી યોજના જેવી યોજનાઓ લોકોને રીઝવવા લાવ્યા છે. સરકારે કહ્યું છે કે આદિજાતિ લોકો માટે 4374 કરોડ ફાળવવામાં આવ્યા છે, પરંતુ ગુજરાતમાં આદિવાસી સમુદાય ખૂબ જ મોટો સમુદાય છે, તેમ છતાં પણ ફક્ત 4374 કરોડ ફાળવવામાં આવ્યા છે.

 

વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત એક લાખ કરોડ ફાળવવાની વાત કરવામાં આવી છે પરંતુ 2024 આવ્યું ત્યાં સુધી આ યોજનામાં કેટલા રૂપિયા ચૂકવવામાં આવ્યા છે તેની કોઈ જાહેરાત કરી નથી. તેવી જ રીતે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રના બજેટમાં ફક્ત બાંધકામ કરવા માટે વધારો કર્યો છે. કોઈપણ જગ્યાએ કાયમી ડોક્ટર, કાયમી સ્ટાફ અને કાયમી શિક્ષકોની ભરતી વિશે કોઈ જોગવાઈ કરી નથી. સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોને અન્યાય થઈ રહ્યો છે, કારણ કે શહેરી વિસ્તારોનો વિકાસ થઈ રહ્યો છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ થતો નથી. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં શહેરી વિસ્તારના લોકોને વધુ રકમ ચૂકવવામાં આવે છે. કદાચ સરકાર એ બાબતથી અજાણ છે કે સિમેન્ટ અને રેતી કપચીના ભાવ ગામડા અને શહેરમાં સરખા જ હોય છે. માટે અમારી માંગણી છે કે ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ શહેરી વિસ્તારના લોકોની જેમ 3,50,000 રૂપિયા આપવામાં આવે.

 

સરકારે ગયા વર્ષે જે બજેટ રજૂ કર્યું હતું તેમાંથી ફક્ત 65 ટકા રકમનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે અને 35% વણવપરાયેલું પડ્યું છે. જ્યારે સરકારે એક રૂપિયો ચૂકવે છે તો લાભાર્થી સુધી ફક્ત દસ પૈસા પહોંચે છે એવું અમે માનીએ છીએ. ક્યાંક ને ક્યાંક એમની એજન્સીઓ, નકલી કચેરીઓ નકલી અધિકારીઓ આદિવાસી વિસ્તારમાં ધમધમે છે અને ખૂબ જ ભ્રષ્ટાચાર કરે છે. આદિવાસી વિસ્તારમાં 6,500 કરોડની પાણી પુરવઠાની જૂથ યોજનાઓ લાવ્યા છે, પરંતુ ભૂતકાળમાં જેટલી પણ પાણી પુરવઠાની જૂથ યોજનાઓ બની છે તે સદંતર નિષ્ફળ ગઈ છે અને બંધ હાલતમાં છે. આજે 70% ગામડાઓમાં નળથી પાણી નથી પહોંચતું. નળ ફક્ત શોભાના ગાંઠીયા બની ગયા છે. અને આ બજેટ ફક્ત એક આંકડાનું માયાજાળ છે એવું અમને લાગી રહ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!