સોમાસરથી સાયલા સુધીનો 10 કિમીનો રોડ જર્જરિત હાલતમાં
તા.22/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી તાલુકામાં અનેક ગામો આજે પણ રસ્તાની સમસ્યાઓ ભોગવી રહ્યા છે ત્યારે અંદાજે 10 વર્ષ પહેલા સોમાસરથી સાયલા સુધીનો અંદાજે 10 કિમી રોડ પર હાલમાં ઠેર ઠેર ખાડાઓ પડી જતા વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે તંત્ર દ્વારા કાર્યવાહી કરવા માંગ કરાઈ છે મૂળી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં રોડની સમસ્યા હંમેશા રહી છે ત્યારે મૂળીના સોમાસર સાયલાને જોડતો માર્ગ છેલ્લાં કેટલાય સમયથી જર્જરિત હાલતમાં હોવાથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે આ રોડ પર ઠેર ઠેર ખાડાઓ અને ઉબડખાબડ રસ્તો થઇ જતા અહીંથી પસાર થતા ચાર ગામનાં લોકો પરેશાની ભોગવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે આ અંગે વાહન ચાલકો મનોજભાઇ કોળી, હરજીભાઇ સહિતનાઓએ જણાવ્યું કે આ રોડ બનાવ્યાને થોડા સમયમાં જ ખાડાઓ પડી જતા સમસ્યા ભોગવવી પડી રહી છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી અમારી માંગ છે.