ફાયર સેફટી બાદ ફટાકડાની 110 દુકાનોને મંજૂરી
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે 110 ફટાકડાની દુકાન બનાવવાની કામગીરી ફાયર સેફટીના પુરાવાની તપાસ બાદ શરૂ કરવામાં આવી છે. દિવાળીના તહેવારને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં ફટાકડાની દુકાન ઊભી કરવામાં આવી રહી છે. જેમાં ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે 110 જેટલી ફટાકડાની દુકાન ઊભી કરવામાં આવશે. જેના માટે પહેલાથી ફટાકડાની દુકાન ખોલવા માટે ના લાઈશન્શ અને ફાયર સેફટી માટેના પુરાવા સહિત કલેક્ટર કચેરીમાં રજૂ કરવામાં આવ્યા આવ્યા હતા. ત્યારબાદ ફાયર સેફ્ટીની તપાસ કરી અને ત્યારબાદ ડીઈઓ કચેરી થકી દુકાન માટે જ્યાં ફાળવવામાં આવી છે. તેવું સૂત્રોએ જણાવ્યું હતું. બે દિવસથી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ફટાકડાની દુકાન ઊભી કરવામાં આવી રહી છે. ત્યારે 10 જેટલી દુકાનોમાં ફટાકડા મૂકી દેવામાં આવ્યા છે. દુકાનની બહાર ફાયર ઇન્સ્ટિગ્યુશન પણ જોવા મળ્યા હતા. અંદાજે ત્રણ દિવસમાં 110 ફટાકડાની દુકાન ઊભી કરી દેવામાં આવશે. અને ત્યાર બાદ વેચાણ પણ ચાલુ કરી દેવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ફટાકડાના ભાવમાં વધારો થયો છે. જોકે દુકાનો ચાલુ થતાં ભાવમાં કેટલો વધારો થયો છે તે જાણવા મળશે.