GUJARATPANCHMAHALSHEHERA

શહેરા નગરપાલિકાની ટીમ દ્વારા તપાસ કરતા 125 કિલોગ્રામ પ્લાસ્ટિક જપ્ત કર્યો

 

શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

શહેરા નગરપાલીકા ચીફ ઓફિસર(IAS) શ્રી ઉત્કર્ષ ઉજજવલ અને સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર સિંહ રાઠોડ, જીજ્ઞેશ શાહ તેમજ શહેરા નગરપાલિકા ની ટીમ નગરપાલિકા વિસ્તારમાં પ્લાસ્ટિક અવેરનેસ તેમજ પ્લાસ્ટિક જપ્તીની ડ્રાઇવ કરી રહ્યા હતા. તે દરમ્યાન ગોધરા તરફથી આવેલ વાહન નંબર જીજે 09 v 7048 દ્વારા વેપારીઓના ત્યાં પ્લાસ્ટિકની બેગ ઉતારવાનું માલુમ પડતા નગરપાલિકાની ટીમ તપાસ કરતા 125 કિલોગ્રામ પ્લાસ્ટિક જપ્ત કર્યું. તેને નગરપાલિકા લાવી જપ્ત કરવામાં આવ્યું. અને રૂપિયા 15,000/- દંડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે તેમજ નગરપાલિકા દ્વારા તારીખ-20.12.2024 ના રોજ નગરપાલિકા વિસ્તારના તમામ વેપારીઓને પ્લાસ્ટિક અવેરનેસ માટે સમજણ આપી હતી તેમ છતાં આવા ઈસમો દ્વારા બહારથી પ્લાસ્ટિક લાવી વેચાણ કરતા વેપારીઓ સામે નગરપાલિકાએ લાલ આંખ કરેલ છે.
(આગામી દિવસો મા ડ્રાઇવ ચાલુ રાખીને શહેરા નગરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે સંપૂર્ણ પ્રયાસો કરવામાં આવશે
જીતેન્દ્રસિંહ રાઠોડ સેનેટરી ઇન્સ્પેક્ટર શહેરા નગરપાલિકા)

Back to top button
error: Content is protected !!