સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ ગુનામાં સંડોવાયેલા 14 ઈસમોને હિસ્ટ્રીશીટ તરીકે જાહેર કરાયા
તમામને તડીપાર કરવાની કાર્યવાહી પણ શરૂ કરાઇ છે - વૈદિકા બિહાની ASP

તા.30/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
તમામને તડીપાર કરવાની કાર્યવાહી પણ શરૂ કરાઇ છે – વૈદિકા બિહાની ASP, સુરેન્દ્રનગર જિલ્લામાં શાંતિ સ્થાપિત થાય તે માટે જિલ્લા પોલીસ એ વધુ એક પ્રયત્ન શરૂ કર્યો સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસિ્થતિ જળવાઈ રહે અને ગુનાહિત પ્રવૃત્તિઓ અટકે તે માટે મહત્વપૂર્ણ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશન અને અલગ અલગ વિસ્તારોમાં વસવાટ કરતા અને ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા 14 જેટલા ઇસમોને હિસ્ટ્રીશીટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને તેમના ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બેથી વધુ ગુના હોય તેવા તત્વો વિરુદ્ધનું લિસ્ટ તૈયાર કરી અને જિલ્લા પોલીસવડાને સોંપવામાં આવ્યું હતું અને આ આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર ડિવિઝન ધાંગધ્રા ડિવિઝન ચોટીલા ડિવિઝન વિસ્તારમાં મારામારી દારૂ જુગાર તેમજ ખૂનની કોશિશ ખંડણી વ્યાજ વટાવ સાથેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય તેવા તત્વો ની યાદી તૈયાર કરવામાં આવી હતી અને ત્યારબાદ આ યાદીમાંથી જે ઇસમો ઉપર બેથી વધુ ગુના દાખલ થયા હોય તેમને હિસ્ટ્રીશીટ ખોલવામાં આવી હતી અને હિસ્ટ્રીચીટર તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને આ આધારે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે સુરેન્દ્રનગર એએસપી વેદિકા બિહાની એ જણાવ્યું છે કે તમામ ઇસમોને હિસ્ટ્રી સીટર જાહેર કરવામાં આવ્યા તેમને તડીપાર કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે જેમાં ખૂન કોશિશ દારૂ ચોરી મારામારી હથિયારધારા વ્યાજ વટાવ સહિતના ગંભીર ગુનામાં હોય તેવા ઇસમો ની યાદી તૈયાર કરાઈ હતી અને બે કે તેથી વધુ કેસો દાખલ થયા તેવા ઇસમોને હિસ્ટ્રીશીટ રજૂ કરવામાં આવી હતી હવે તડીપાર કરવા અંગેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે જિલ્લામાં શાંતિ જળવાઈ તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે અને કાયદો વ્યવસ્થા જળવાય તે દિશામાં કામગીરી જિલ્લા પોલીસે કરી છે અને વધુ 14 જેટલા ઇસમોનો હિસ્ટ્રીશીટર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.




